બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખવા રોજ સવારે કરો બસ આ કામ, હાર્ટ રહેશે હેલ્થી
Last Updated: 09:55 PM, 7 September 2024
વર્તમાન સમયમાં બદલતી જીવનશૈલી અને ખરાબ ખોરાક ના કારણે હાઈ બ્લડ પ્રેશર અને લો બીપીની સમસ્યા થાય છે, જે બંને ખૂબ ખતરનાક સાબિત થઈ શકે છે. જો શરીરમાં બ્લડ પરિવહન સરખી રીતે ન થાય તો હાર્ટ ડિસીઝ, સ્ટ્રોક, કિડનીથી જોડાયેલી સમસ્યા થઈ શકે છે.
ADVERTISEMENT
હેલ્ધી ખોરાક અને યોગ્ય જીવનશૈલીને અપનાવીને આ પરેશાનીથી બચી શકાય છે. દારૂ પિતા અને ધુમ્રપાન કરતા લોકોને બ્લડપ્રેશરની સમસ્યા થવાનો ખતરો વધારે હોય છે. જો બીપી વધેલું કે ઘટેલું રહે તો એવામાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી બને છે. જો તમે આ સમસ્યાથી દૂર રહેવા અને બીપી કંટ્રોલમાં રાખવા ઇચ્છતા હોય તો તમે યોગ્ય મોર્નિંગ રૂટિન ફોલો કરી શકો છો.
ADVERTISEMENT
સવારે હેલ્ધી અને ફિક્સ ટાઈમ પર ઊઠવું
એક્સપર્ટ પ્રમાણે ચિંતા અને તણાવના કારણે પણ બ્લડ પ્રેશર વધી શકે છે. એટલા માટે સ્ટ્રેસ ફ્રી રહેવું અને હેલ્ધી લાઇફસ્ટાઇલ ફોલો કરવી જોઈએ. જેના માટે તમે સવારમાં ઉઠવાનો સમય નક્કી કરવો અને દરરોજ સમયસર ઊઠવું.
દિવસની શરૂઆત પાણી પીને કરવી
તંદુરસ્ત રહેવા માટે શરીરને હાઇડ્રેટેડ રાખવું જરૂરી છે. જો સવારે ખાલી પેટે પાણી પીવો છો તો પાચન ક્રિયા સુધરે છે અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે. તમે ઈચ્છો તો સવારમાં પાણીમાં લીંબુ, તાજા શાકભાજી કે અમુક ફળો મેળવીને પણ પાણી પી શકો છો. જેથી શરીરને વધારે પોષક તત્વો મળે.
બ્લડ પ્રેશરથી સ્ટ્રોકનું જોખમ
શારીરિક કસરત કરીને તમે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખવાની સાથે અનેક બીમારીઓથી પણ બચી શકો છો. એટલા માટે સવારમાં કસરત કરવી જરૂરી છે. અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 મિનિટ સુધી ઉતાવળે ચાલવાની સાથે સાયકલિંગ, સ્વિમિંગ અને અન્ય એરોબિક વ્યાયામ કરી શકો છો.
હેલ્ધી બ્રેકફાસ્ટ
જો તમે દિવસની શરૂઆત હેલ્ધી બ્રેકફાસ્ટથી કરો છો તો આખો દિવસ ફ્રેશ અને ઊર્જાસભર રહે છે. આ સિવાય ઘણી બીમારીઓથી પણ બચી શકાય છે. હેલ્ધી બ્રેકફાસ્ટ માટે તમે તેમાં આખા અનાજ, ફળો, શાકભાજી વગેરેનો સમાવેશ કરી શકો છો. લો પ્રોટીન અને ઓછી ચરબીવાળા ડેરી ઉત્પાદનોથી ભરપૂર આહાર તમારા બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેશે. કેફીન અસ્થાયી રૂપે બ્લડ પ્રેશર વધારે છે, તેથી સવારે ખૂબ કોફી અથવા એનર્જી ડ્રિંક લેવાનું ટાળો. આ સિવાય તમારે ખાલી પેટ ચા પીવાનું પણ ટાળવું જોઈએ.
વધુ વાંચો: દારૂ અસલી છે કે નકલી? આ ટ્રિકથી તમને પણ પડી જશે ખબર, છેતરવા મુશ્કેલ
બીપીને ચેક કરતા રહેવું
તમારા બ્લડ લેવાની સાચી જાણકારી માટે તેમ ઘરે જ બ્લડ પ્રેશર મોનીટર મશીનનો ઉપયોગ કરી શકો છો. જો તમારા બ્લડ પ્રેશરમાં સતત વધઘટ થતી હોય તો ડૉક્ટરની સલાહ લેવી. આ સિવાય જો તમે તમારા બીપીને કંટ્રોલ કરવા માટે દવા લઈ રહ્યા હોય, તો તમારે તમારી દવા સવારે એક ચોક્કસ સમયે જ લેવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.