બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ચોમાસામાં ચા-કોફીને ભૂલી જાઓ, પીવો આ હેલ્ધી ડ્રિંક્સ, ગેસ-અપચાની સમસ્યાથી ઈન્સટન્ટ રાહત
Last Updated: 10:57 PM, 3 August 2024
ચોમાસામાં ગરમ-ગરમ ચા કે કોફી પીવાની મઝા અલગ જ પ્રકારની હોય છે. જો તમને પણ મારી જેમ ચા કે કોફી વગર ચાલતું નથી. તો એક વખત આ ગરમ પીણાંનો અનુભવ કરી જુઓ, તમે કહેશો કે વાહ!. આ પીણું તમને ચોમાસામાં ફિટ એન્ડ ફાઇન રાખશે, અને તેની સાથે તમને ઘણી બીમારીઓથી બચાવશે કે જે બીમારી આખું ચોમાસું હેરાન કરતી હોય. ચોમાસું શરૂ થઈ ગયું છે, ચોમાસું શરૂ થવાની સાથે બીમારીઓ પણ વધવા લાગે છે. આ બીમારીઓથી બચવા માટે ડૉક્ટર ખાવા-પીવામાં ધ્યાન રાખવા પર ભાર આપે છે. એવામાં તમે જો તમારી ડ્રીન્કને થોડી બદલો અને ચા-કોફીના બદલામાં આ પીણાંનો ઉપયોગ કરો તો તમે ઘણી બીમારીઓથી બચી શકો છો. જાણો આ પીણું શું છે અને કેવી રીતે બને છે?
ADVERTISEMENT
આપણે તુલસીના ઉકાળાં વિશે વાત કરી રહ્યા છીએ. તુલસીના ઉકાળાથી ઘણા ફાયદા થાય છે. ચિકિત્સક માહિતી આપતા જણાવે છે કે તુલસીમાંથી બનાવામાં આવેલો ઉકાળો ચોમાસામાં સ્વાસ્થ્ય પર જાદુ જેવું કામ કરે છે. ડૉક્ટરે વધુ માહિતી આપતા કહ્યું કે તુલસી એ એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિબોડી છે, જેમાં ઘણા તત્વો છે જે શરીરને બીમારીઓથી બચવામાં મદદ કરે છે. તમે જો તુલસીના ઉકાળાંને નિયમિતપણે લો છો તો તમને ચોમાસામાં થતી ગેસ, અપચો, પેટનો દુખાવો જેવી અનેક પેટની બીમારીથી બચાવે છે. તુલસીનો ઉકાળો ખીલની સમસ્યાની સાથે-સાથે ઋતુ બદલાતા લાગતા ચેપથી પણ રક્ષણ આપે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: તમારા ચહેરામાં આવશે નિખાર, શરીરમાં ક્યારેય ન થવા દો બે વિટામિનની કમી
આ ઉકાળો બનાવવો ખૂબ સરળ છે, જેથી તમે ઘરે બેઠા ઉકાળો બનાવી શકો છો. તુલસીનો ઉકાળો બનાવવા માટે એક તપેલી કે બાઉલ લો જેમાં 2 કપ પાણી, 15-20 તુલસીના પત્તા, 5 કાળા મરી, અડધી ચમચી અજમો, 1 ઇંચ આદું, 1-2 લવિંગ, એક ઇંચ કાચી હળદર, ચાર મુલેઠી અને એક ઇંચ તજ નાખી ઉકાળી લેવું, અને અજમો, લવિંગ, કાળા મરી અને તજને વાટીને નાખવા. હવે આમાં મીઠું નાખીને જ્યાં સુધી પાણી અડધું ન થાય ત્યાં સુધી ધીમા ગેસે ઉકાળો અને બસ! તુલસીનો ઉકાળો તૈયાર. આ ઉકાળો તમને ચોમાસામાં ઘણી બીમારીથી તમારી રક્ષા કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.