બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / દરરોજ દાદરા ચઢવાની ટેવ તમને બચાવશે હાર્ટ એટેકથી, શરીરના સ્નાયુઓ થશે મજબૂત
Last Updated: 05:01 PM, 16 July 2024
શારીરિક રૂપથી સર્ક્રિય રહેવુ તે સ્વાસ્થ્ય માટે વધારે જરૂરી છે. જેમાં વ્યાયામ અને યોગ સાથે સાથે રોજબરોજની આદતો પણ મહત્વની ભૂમિકાઓ નિભાવતી હોય છે. આ આદતોમાં દાદરા-ચઢવા ઉતરવાનો પણ સમાવેશ થાય છે.
ADVERTISEMENT
દાદરનો ઉપયોગ કરવાથી શરીરના સ્નાયુઓ મજબુત થાય છે. જેના કારણે માંસપેશીઓ મજબુત થતા શરીરની મોટાભાગની બિમારીઓ દૂર થઇ જાય છે. ઉપરાંત હાર્ટ એટેક થવાની શક્યાતાઓ પણ મહત્તમ અંશે ઘટી જાય છે. પરંતુ આપને પ્રશ્વ થશે કે દરરોજ કેટલા દાદરા ચઢવા-ઉતરવા?
ADVERTISEMENT
તુલાને યુનિવર્સીટીએ કરેલ સંશોધન પ્રમાણે દરરોજ 50 દાદરા ચઢવાથી હ્યદયરોગ થવાની શક્યતાઓ ઘણાખરા પ્રમાણમાં ઘટી જાય છે. જેમાં અન્ય વ્યક્તિઓની સરખામણીમાં 20 ટકાનો ઘટાડો હાર્ટને સંબંધિત સમસ્યાઓમાં ઘટી જાય છે. આ સંશોધનથી એ સ્પષ્ટ થાય છે કે જો તમારી પાસે ચાલવાનો કે જીમમાં જઇને કસરત કરવાનો સમય ન હોય તો ડરવાની જરૂર નથી. તમે આ રીતે સરળતાથી પોતાના શરીરને હાર્ટ એટેકથી દૂર રાખી શકો છો.\
વધુ વાંચો: ખરાબ આદતોને કારણે થતી બીમારી નોતરે છે વહેલું મૃત્યુ, જાણો શું ધ્યાન રાખવું
સંશોધન દરમ્યાન એ પણ જાણી શકાયુ છે કે દાદરા ચઢવા-ઉતરવાના કારણે શરીરમાં હાઇ ડેંસિટી લિપોપ્રોટીનનું સ્તર વધે છે. જેને સારૂ કોલેસ્ટ્રોલ કહેવાય છે. બીજી તરફ લો ડેંસિટી લિપોપ્રોટીનનું સ્તર એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટે છે. જેના કારણે દિલમાં બ્લોકેજનું પ્રમાણ ઘટી જતા હાર્ટ એટેક થવાની સંભાવના ઘટી જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.