બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / આરોગ્ય / ટેટૂ બનાવવા જઇ રહ્યાં છો? તો પહેલા તેનાથી થતા નુકસાન ખાસ વાંચી લેજો
Last Updated: 03:54 PM, 24 June 2024
ટેટૂ બનાવવાનો શોખ છે તો થઈ જાઓ સાવધાન. આ નવી સ્ટડીમાં થયો ચોંકાવનારો ખુલાસો. સ્વીડનમાં થયેલી એક સ્ટડીમાં મળી આવ્યું કે ટેટૂ અને બ્લડ કેન્સર લિંફોમાનું કનેક્શન હોઈ શકે છે. લિંડ યુનિવર્સિટી સ્વીડનના રિસર્ચની એક સ્ટડીમાં સ્વીડિશ નેશનલ કેન્સર રજીસ્ટરના એનાલિસિસ કર્યા બાદ જાણવા મળ્યું કે ટેટૂ બનાવવું ખતરનાક સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
2007થી 2017 સુધી 10 વર્ષ સુધી 20થી 60 વર્ષની ઉંમરના લોકોની તપાસ કરવામાં આવી છે. જેમાં લિંફોમાની જાણકારી મળી હતી. જેના બાદ તેની તુલના તે ઉંમરના હેલ્દી લોકોના ગ્રુપ સાથે કરવામાં આવી જેમાં લિંફોમા નથી મળી આવ્યા.
ADVERTISEMENT
સ્ટડીમાં શું મળી આવ્યું?
આ અભ્યાસમાં મળી આવ્યું કે જે લોકોએ ટેટૂ બનાવડાવ્યું હતું તેમનામાં ટેટૂ ન બનાવનારની તુલનામાં લિંફોમાનો ખતરો 21 ટકા વધારે હતો. તેનાથી ખતરો વધારે વધી જાય છે. આ અભ્યાસમાં મળી આવ્યું કે જે લોકોએ છેલ્લા બે વર્ષમાં ટેટૂ બનાવડાવ્યું છે તેમનામાં લિંફોમાનું રિસ્ક 81 ટકા વધારે હતું.
વધુ વાંચો: 100 વર્ષ બાદ બની રહ્યો છે આ અશુભ સંયોગ, જો-જો આવી ભૂલ કરતા, નહીંતર હેરાન થઇ જશો
ટેટૂ બનાવવું કેમ ખતરનાક
સંશોધકનું કહેવું છે કે તેને લઈને હજુ વધારે અભ્યાસ કરવાની જરૂર છે. તેનાથી સમજવાની જરૂર છે કે ટેટૂની સ્યાહીમાં કયા કયા કેમિકલ્સ લિંફોમાના ખતરાને વધારી શકે છે. આ અભ્યાસથી એ સાબિત નથી થતું કે ટેટૂ સીધા કેન્સરનું કારણ બની શકે છે. તેનાથી ફક્ત એટલું જાણવા મળે છે કે બન્નેમાં કનેક્શન હોઈ શકે છે.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.