બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / આરોગ્ય / health tips reason of feeling hungry every time after eating

હેલ્થ ટિપ્સ / ખતરાની ઘંટી.! જમ્યા પછી પણ વારંવાર લાગી રહી છે ભૂખ, શું તમે આ બીમારીનો તો શિકાર નથી ને?

Manisha Jogi

Last Updated: 04:08 PM, 30 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેટ ભરેલુ હોવા છતાં કંઈક ખાવાની ઈચ્છા થાય છે, તો સાવધાન થઈ જાઓ. આ કોઈ સામાન્ય લક્ષણ નથી. વારંવાર ભૂખ લાગવથી અને ભોજન કરવાથી વજન વધી શકે છે.

  • શું તમને પણ ભોજન કર્યા પછી વારંવાર ભૂખ લાગે છે?
  • આ કોઈ સામાન્ય લક્ષણ નથી
  • પૂરતી ઊંઘ લેવી જરૂરી છે

શું તમને પણ ભોજન કર્યા પછી વારંવાર ભૂખ લાગે છે? પેટ ભરેલુ હોવા છતાં કંઈક ખાવાની ઈચ્છા થાય છે, તો સાવધાન થઈ જાઓ. આ કોઈ સામાન્ય લક્ષણ નથી. વારંવાર ભૂખ લાગવથી અને ભોજન કરવાથી વજન વધી શકે છે. જેના કારણે અન્ય તકલીફ પણ થઈ શકે છે. ભોજન કર્યા પછી વારંવાર ભૂખ શા માટે લાગે છે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

અનિંદ્રા
આરોગ્ય નિષ્ણાંત અનુસાર અનિંદ્રાને કારણે વારંવાર ભૂખ લાગી શકે છે. તમામ લોકોએ 7થી 8 કલાકની પૂરતી ઊંઘ લેવી જોઈએ. જેથી રોગ પ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ થાય છે. સારી ઊંઘ આવે તો પાચન ક્રિયામાં પણ સુધારો થાય છે. ઊંઘ પૂરી ના થાય તો ભૂખનો સંકેત આપનાર ઘ્રેલિન હોર્મોનમાં વૃદ્ધિ થાય છે. જેના કારણે વાંરવાર ભૂખ લાગે છે. આ કારણોસર પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. 

ડાયાબિટીસ
 ડાયાબિટીસના કારણે પણ વારંવાર ભૂખ લાગૂ શકે છે. ડાયાબિટીસના દર્દીઓમાં ગ્લુકોઝ સેલ્સ સુધી પહોંચી શકતું નથી. જેના કારણે એનર્જી યૂરિન માર્ગે બહાર નીકળી જાય છે. અનેક વાર શુગર લેવલ હાઈ થવાને કારણે ભૂખ વધુ લાગે છે. 

થાઈરોઈડ
થાઈરોઈડના દર્દીઓને વારંવાર ભૂખ લાગે છે. થાઈરોઈડ હોર્મોન વધી જવાને કારણે હાઈપરથાઈરાયડિઝ્મ થાય છે. આ એક ગ્રેવ્સ બિમારી હોય છે. જેના કારણે વ્યક્તિને એવું લાગે છે કે, તેમનું પેટ ખાલી છે અને ખાવાની ઈચ્છા થાય છે. 

પ્રોટીનની ઊણપ
તમે ડાયટમાં યોગ્ય પ્રોટીન નથી રહ્યા, તો તમને વારંવાર ભૂખ લાગી શકે છે. આ કારણોસર પ્રોટીનની મદદથી જ આ હોર્મોનનું નિર્માણ થાય છે, જે ભૂખ પૂર્ણ થવાનો સંકેત આપે છે. નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિન રિસર્ચ અનુસાર ભોજનમાં પર્યાપ્ત માત્રામાં પ્રોટીન હોય, તો વધુ સમય સુધી ભૂખ લાગતી નથી. તેથી ભોજન કર્યા પછી પણ ભૂખ લાગે તો ડાયટમાં પ્રોટીનયુક્ત આહાર શામેલ કરવો જોઈએ. 

તણાવ
વધુ પડતા સ્ટ્રેસના કારણે પણ વારંવાર ભૂખ લાગે છે. આરોગ્ય નિષ્ણાંત અનુસાર વધુ તણાવ લેવામાં આવે તો શરીરમાં કાર્ટિસોલ હોર્મોન વધી જાય છે. ડિપ્રેશન, તણાવમાં પણ વધુ ભૂખ લાગે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ