બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શું રાતમાં વારંવાર આંખ ખૂલી જાય છે? એક્સપર્ટ મુજબ આ કારણે નથી આવતી મીઠી ઊંઘ
Last Updated: 05:06 PM, 16 January 2025
જો તમારી ઊંઘમાં ફેરફાર થયો છે અને અતિશય જાગી રહ્યા છો, તો સાવચેત રહેજો. કેમ કે, આવું જો થઇ રહ્યું છે તો સમજજો કે તમને પણ છે 'સ્લીપ એપનિયા' જેવી બિમારી. વધુ જાગવું એટલે ચિંતા, નિરાશા અને હતાશાનું જોખમ.
ADVERTISEMENT
ડ્યુક યુનિવર્સિટી મેડિકલ સેન્ટરના ન્યુરોલોજિસ્ટ અને ઊંઘના ડૉક્ટર ડૉ. સુજય કંસાગ્રા કહે છે કે, રાત્રે વારંવાર જાગવું ચિંતાજનક બાબત હોઈ શકે છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ સાવચેત રહેવું જોઈએ.
ADVERTISEMENT
ડો. કોન્સાગ્રા વધુમાં કહે છે કે, જો ઊંઘની પેટર્ન અચાનક બદલાઈ ગઈ હોય અને તમે પહેલા કરતા વધારે જાગતા હોવ તો તે સ્લીપ એપનિયા જેવી ગંભીર સમસ્યા હોઈ શકે છે. જો તમે રાત્રે ખૂબ જાગો છો, તો તે હતાશા અને તણાવનું કારણ બની શકે છે. આ કારણે, ઊંઘની ગુણવત્તા બગડે છે અને દિવસ દરમિયાન કામ પર અસર થઈ શકે છે.
વધુ વાંચો: સવાર હોય કે સાંજ! ચા સાથે ક્યારેય ન ખાતા આ વસ્તુઓ, 99 ટકા લોકો કરે છે ભૂલ
આમ જોવા જઈએ તો, વ્યક્તિએ 8 ક્લાકની ઊંઘ અવશ્ય લેવી જોઈએ, પરંતુ ઘણા લોકોને રાત્રે ઊંઘ નથી આવતી અથવા ઊંઘમાં પણ વચ્ચે-વચ્ચે ઉઠવાની આદત હોય છે. જો કે આનાથી ઊંઘવાની ગુણવત્તા ખરાબ થાય છે અને સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે.
રાત્રે ઊંઘ ન આવવાના મુખ્ય કારણો:
ઊંઘનું વાતાવરણ
તમે ક્યા રહો છો અને કઈ જગ્યા પર સુઈ રહ્યા છો એ ખુબજ મહત્ત્વનું છે. વધુ પડતો બખારો હોય તો તમને ઊંઘમાં ખલેલ પડી શકે છે. આથી ઊંઘવા માટેનું માહોલ શાંત બન્યું રહે તેવી જગ્યા પસંદ કરો.
ફિઝિકલ જરૂરિયાત
જો તમે અડધી રાત્રે બાથરૂમ જઈ રહ્યા છો અથવા તમે ઊંઘવા માટે આમથી આમ પોતાનું શરીર ફેરવી રહ્યા છો તો આ એક સામાન્ય પ્રક્રિયા છે. જો કે, આ પ્રક્રિયા બાદ તમને અડધી રાત્રે ઊંઘ નથી આવતી તો તમારે ધ્યાન રાખવું જોઈએ.
મોડી રાત્રે ખાવું અથવા ફોનનો ઉપયોગ કરવો
જો તમે રાત્રે મોડું ખાઓ છો અથવા મોડી રાત સુધી મોબાઈલ વાપરી રહ્યા છો, તો તમને ઊંઘમાં અસર થશે. આથી જ કહેવાય છે કે, જલ્દી જમી લેવું જોઈએ અને મોબાઈલ મોડી રાત સુધી ન વાપરવો.
સ્લીપિંગ ડિસઓર્ડર
જો તમે રાત્રે ઊંઘમાં જબકી રહ્યા છો અથવા વચ્ચે-વચ્ચે ઊંઘમાંથી ઉઠી જાઓ છો તો સાવચેત રહેજો. કેમ કે, આ બાબત ખુબજ ગંભીર છે અને આવું જો વારંવાર થઇ રહ્યું છે તો ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Anti-Valentines Week / 15 થી 21 ફેબ્રુઆરી સુધી એન્ટી વેલેન્ટાઇન વીક, આજે સ્લેપ ડે, જાણો કયા દિવસનો શું મતલબ?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.