બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / તમારા પગમાં દેખાતા આ ચિહ્નોને ગંભીરતાથી લેજો, નજરઅંદાજ કરવાથી બનશો કેન્સરના શિકાર
Last Updated: 11:24 AM, 19 November 2024
કેન્સર થવાની ચેતવણી
ADVERTISEMENT
પગમાં જોવા મળતી નાની સમસ્યાઓને નજરઅંદાજ ન કરવી જોઈએ. કારણ કે, આવી નાની-નાની સમસ્યાઓને લીધે પણ ગંભીર બિમારી થઈ શકે છે. આવી જ એક સમસ્યા ડીપ વેઈન થ્રોમ્બોસિસ (DVT) છે. આમાં, પગની નસોની અંદર લોહી એકઠું થઈ જાય છે અને જો સમયસર સારવાર ન કરવામાં આવે તો તે પગને શરીરથી અલગ કરી દેવામાં આવે છે. આ રોગ ત્યારે વધુ ખતરનાક બની જાય છે, જ્યારે લોહીની ગંઠાઇ તૂટી જાય છે અને લોહીની સાથે શરીરના અન્ય ભાગોમાં પહોંચી જાય છે.
ADVERTISEMENT
ડીપ વેઈન થ્રોમ્બોસિસને કારણે પગમાં દુખાવો અથવા સોજો આવી શકે છે. કેટલીકવાર ડીવીટી સ્વાદુપિંડના કેન્સરનું પ્રથમ ચેતવણી ચિહ્ન પણ બની જાય છે. એક રિસર્ચ થકી જાણવા મળ્યું છે કે, 70 ટકા જેટલા કેન્સરના દર્દીઓ લોહી ગંઠાઈ જવાના જોખમ વિશે અજાણ હોય છે અને પગમાં દેખાતી આ સમસ્યાને નજરઅંદાજ કરે છે. આવી સ્થિતિમાં પગમાં દેખાતી આ સમસ્યાને ક્યારેય નજરઅંદાજ ન કરવી જોઈએ.
વધુ વાંચો પ્રદૂષણથી બળતરા અને હ્રદયમાં સોજા આવે છે! રિસર્ચમાં થયો ઘટસ્ફોટ, થઈ જજો સાવધાન
રિસર્ચ શું કહે છે?
નિષ્ણાતોના અહેવાલ મુજબ, યુરોપિયન કેન્સર પેશન્ટ એલાયન્સ (ECPC) દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે, ડીપ વેઈન થ્રોમ્બોસિસ સ્વાદુપિંડના કેન્સરની નિશાની હોઈ શકે છે. આવી સ્થિતિમાં, પગના આવા લક્ષણોથી સાવધ રહેવું જોઈએ. નિષ્ણાતોના મતે, સ્વાદુપિંડના કેન્સરને કારણે લોહી જાડું થઈ શકે છે અને ગંઠાઈ જવાનું જોખમ વધી શકે છે. આ સ્થિતિ સર્જાય ત્યારે સમજવું કે, ડીપ વેઈન થ્રોમ્બોસિસ રોગના પ્રારંભિક સંકેતોમાંનું એક છે.
લક્ષણો શું હશે?
ક્યારે ચેતવણી લેવી જોઈએ?
નિષ્ણાતોના મતે, તેના લક્ષણોમાંનું એક લક્ષણ શ્વાસની તકલીફ છે, જે ત્યારે થાય છે જ્યારે લોહી ગંઠાઈ જાય છે અને ફેફસામાં જાય છે, આના કારણે છાતીમાં અતિશય દુખાવો થાય છે અથવા શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આને 'પલ્મોનરી એમબોલિઝમ' પણ કહેવામાં આવે છે, આ એક ઇમરજન્સી કન્ડીશન છે. જો કે, કેન્સર સોસાયટી કહે છે કે સામાન્ય રક્ત ગંઠાઈ જવાનો અર્થ એ નથી કે તમને કેન્સર છે. મોટાભાગના લોહીના ગંઠાવાનું કારણ બીજી વસ્તુઓ પર પણ નિર્ભર કરે છે.
સ્વાદુપિંડનું કેન્સર શું છે?
સ્વાદુપિંડ એ પાચન તંત્રનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. જે ખોરાકને પચાવવા માટે ઘણા જરૂરી ઉત્સેચકો ઉત્પન્ન કરવાનું કામ કરે છે. તે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવા માટે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે. જ્યારે સ્વાદુપિંડના કોષો અસામાન્ય રીતે વધે છે, ત્યારે તેઓ ગાંઠનું સ્વરૂપ લઈ લે છે. જેને સ્વાદુપિંડનું કેન્સર કહેવાય છે. જો તેને યોગ્ય સમયે ઓળખવામાં ન આવે તો તે ખતરનાક બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.