બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ગરદનના દુખાવાથી છો પરેશાન? તો ચિંતા ન કરો, બસ ફૉલો કરો આ ટિપ્સ, મળશે આરામ
Last Updated: 10:51 AM, 10 August 2024
આજકાલ લોકોમાં ગરદનના દુખાવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. ડેસ્ક જોબ કરતા લોકોમાં આ સમસ્યા ઘણીવાર જોવા મળે છે. એક જગ્યા પર બેસીને લેપટોપ કે કોમ્પ્યુટર પર કામ કરવાથી ગરદન જકડાઈ જાય છે. જેના કારણે ગરદનના પાછળના ભાગમાં ભારે દુખાવો થવા લાગે છે. જો તમે પણ ગરદનના દુખાવાથી પરેશાન છો, તો તમે અહીં જણાવેલા ઉપાય અજમાવી શકો છો. આ ઘરેલું ઉપાયોથી ગરદનના દુખાવામાં તરત જ રાહત મળશે. ચાલો તેના વિશે જાણીએ.
ADVERTISEMENT
ગરદન સ્ટ્રેચ કરો
ગંભીર ગરદનના દુખાવાથી રાહત મેળવવા માટે, તમારે તમારી ગરદન સ્ટ્રેચ જોઈએ. આનાથી દુખાવામાં તરત રાહત મળશે. ગરદનને સ્ટ્રેચ કરવા માટે, દાઢી છાતીને અડાડો એને ગરદનને નીચે નમેલી રાખો. થોડા સમય પછી (15-20 સેકન્ડ), ગરદન ઉંચી કરો અને પાછળની તરફ નમાવો. આ કસરત 4-5 મિનિટ માટે કરો.
ADVERTISEMENT
ટેનિસ બોલ મસાજ
ટેનિસ બોસ મસાજ પણ દુખાવો દૂર કરવા માટે ખૂબ જ સારું છે. ટેનિસ બોલ લો અને તેનાથી ગળાની આસપાસ મસાજ કરો. જ્યાં દુખતું હોય ત્યાં બોલથી દબાવીને માલિશ કરો. આ રીતે સ્નાયુઓને આરામ મળે છે અને દુખાવો પણ દૂર થાય છે.
આ પણ વાંચો: કોલેસ્ટ્રોલ ચાલ્યો જશે, હાર્ટ હેલ્ધી બનશે, બસ આજથી જ ડાયટમાં સામેલ કરો લસણ, જાણો ફાયદા
ગરદનનો સેક કરો
તમે હીટિંગ પેડ સાથે ગરદનનો સેક કરી શકો છો. આમ કરવાથી દુખાવામાં રાહત મળશે. જો તમે ઇચ્છો તો, તમે દુખાવાથી રાહત માટે કોલ્ડ કોમ્પ્રેસ પણ કરી શકો છો. આ સિવાય તમે હૂંફાળા પાણીથી સ્નાન કરીને પણ દુખાવામાં રાહત મેળવી શકો છો. તેનાથી બ્લડ ફ્લો સુધરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.