બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / વધતા જતા નખ બને છે બીમારીઓનું ઘર, તેને હળવાશમાં ન લેતા, જાણો નુકસાન

આરોગ્ય / વધતા જતા નખ બને છે બીમારીઓનું ઘર, તેને હળવાશમાં ન લેતા, જાણો નુકસાન

Last Updated: 06:55 PM, 5 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અત્યારે તો નખ મોટા રાખવા એ ફેશન બની ગઈ છે. પણ તમને નહિ ખબર હોય કે વધેલા નખ બીમારીને આમંત્રણ આપે છે.

આજકાલ તો મોટા નખ રાખવાનો ટ્રેંડ બની ગયો છે. અત્યારે મહિલા અને પુરુષ બંને નખ વધારતા હોય જેમાં અલગ-અલગ ડિઝાઇન બનાવતા હોય છે. પણ તમને નહીં ખબર હોય કે, મોટા નખ હોવાથી બીમાર થવાની શક્યતા વધી જાય છે. મોટા નખ દેખાવમાં પણ ખરાબ લાગવાની સાથે અમુક બિમારીઓને આમંત્રણ આપે છે. હેલ્ધી નખ એ તંદુરસ્ત સ્વાસ્થ્યની નિશાની છે. જો નખનું ધ્યાન રાખવામાં ન આવે તો ઇન્ફેક્શન અને બિમાર થવાની શક્યતા વધી જાય છે. આ આર્ટિકલમાં આપણે મોટા નખનાં કારણે થતી 5 બિમારીઓ વિશે વાત કરીશું.

long nails

ફંગલ ઇન્ફેક્શન

મોટા નખનાં કારણે ફંગલ ઇન્ફેક્શન થવું એ સામાન્ય વાત છે. નખમાં ભેજ જામી જાય અને તેને બરાબર સાફ કરવામાં ન આવે ત્યારે ફંગલ ઇન્ફેક્શન થાય છે. ફંગલ ઇન્ફેક્શન થવાથી નખ પીળા અથવા સફેદ થઈને પછી તૂટી જાય છે. આ બીમારીના કારણે નખમાં સોજો આવે અને દુઃખાવો પણ થાય છે.

ચામડીમાં નખ વધવા

નખનું ધ્યાન ન રાખવાથી નખ વધી જાય છે. અને નખ કાપવાની આળસના કારણે નખને બરાબર કાપવાથી ખૂણેમાંથી ચામડીમાં ઘુસી જાય છે, જેનાથી આંગળીમાં દુઃખાવો, સોજો અને ઇન્ફેક્શન પણ થાય છે. આ સમસ્યા પગના અંગુઠામાં વધારે થતી હોય છે, જેનાં કારણે કોઈક વાર તો સર્જરી પણ કરાવવાની જરૂર પડે છે.

long nails 4

બેક્ટેરીયલ ઇન્ફેક્શન

નખને જયારે કાપવામાં નથી આવતા જેથી નખ વધી જાય અને તેમાં કચરો અને બેક્ટેરિયા જમા થવાને કારણે બેક્ટેરીયલ ઇન્ફેક્શન થાય છે. બેક્ટેરીયલ ઇન્ફેક્શન થવાથી નખની આસપાસનો વિસ્તાર લાલ થાય, સોજો આવે અને દુઃખવા લાગે છે. બેક્ટેરીયલ ઇન્ફેક્શનથી બચવા માટે નખનું બરાબર ધ્યાન રાખવું જરૂરી છે.

PROMOTIONAL 1

નખ તુટવા અથવા ફાટવા

મોટા નખ થવાથી નબળા પડે અને તુટી જાય છે. નખ તુટવાને કારણે દુ:ખાવો અને સંક્રમણ પણ થાય છે. આ સાથે નખ મોટા થવાથી ફાટવા સામાન્ય છે. નખ ફાટવાની સમસ્યા ખાસ કરીને નખમાં ભેજ અને પોષણની ઉણપને કારણે થતી હોય છે.

વધુ વાંચો: કસરત કર્યા પછી તરત પાણી ન પીવું જોઈએ, થઈ શકે છે આ 5 સમસ્યાઓ

સ્કિન ડિસીઝ

મોટા નખ ચામડીની બીમારીને આમંત્રણ આપે છે. નખ મોટા થાય ત્યારે આસપાસની ચામડીને નુકસાન પહોંચાડે છે. જેમાં ખંજવાળ, બળતરા અને લાલાશ આવી જાય છે. જો નખની સફાઈ ન કરવામાં આવે તો ફોડલીઓ પણ થાય છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nails Infection Health Tips Nails
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ