બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / સવારે ઉઠતા વેત આવા લક્ષણો ગંભીર બીમારીના સંકેત, વિટામિન B12 ની કમીથી થઈ શકે આ રોગ
Last Updated: 04:44 PM, 6 August 2024
વર્ષ 2019-20માં કોરોના રોગચાળા પછીથી લોકો આરોગ્ય પર વધારે ધ્યાન આપવા લાગ્યા છે. થોડું કંઈક થાય તો તરત જ ડૉક્ટર પાસે જાય છે કે કદાચ શરીરમાંથી વિટામિન કે મિનરલ્સ ઘટી ગયા હશે તો. હવે ઘરે જ અમુક લક્ષણોથી જાણી શકાય કે વિટામિન ઘટી ગયા છે કે કેમ. હેલ્ધી ડાયટ અને પૂરતી ઊંઘ મળ્યા પછી પણ ડિપ્રેશન, તણાવ, આળસ અને થાકનો અનુભવ થાય છે, તો વિટામિન અને ન્યુટ્રીયન્ટની ઉણપને કારણે આમ થતું હોય શકે છે. શરીરમાં વિટામિન B12ની ઉણપ થાય ત્યારે આ લક્ષણો જોવા મળે છે. જે લાંબા સમયે ગંભીર બીમારીનું કારણ બને છે. આ સમસ્યાથી બચવા માટે વિટામિન B12ની ઉણપના લક્ષણો વિશે જાણ હોવી જરૂરી છે.
ADVERTISEMENT
વિટામિન B12ની ઉણપના લક્ષણો
ADVERTISEMENT
ડિપ્રેશન, કમજોરી અને આળસ થાય છે
ચામડી પીળી પડવા લાગે છે
જીભમાં ફોડલી કે પછી લાલાશ આવે છે
મોઢામાં ચાંદા પડે છે
ઝાંખું દેખાવા લાગે છે
શ્વાસ ચઢી જાય છે
માથું દુ:ખે કે કાનમાં પડઘા પડે છે
ભૂખ ઓછી લાગે છે
વિટામિન B12ની ઉણપથી શું થાય?
શરીરમાં જ્યારે વિટામિન B12 ઘટી જાય છે ત્યારે નર્વસ સિસ્ટમ અને મગજ પર ખોટી અસર પડે છે. B12 ઘટવાથી લાલ રક્તકણો ઘટવા લાગે છે, જેના કારણે યાદશક્તિ ઓછી થઈ જાય છે, સાથે જ થાક, કમજોરી, આળસ અને ડિપ્રેશન જેવા અનુભવો થવા લાગે છે. B12ની ઉણપને કારણે અશક્તિ આવી જાય છે.
વિટામિન B12 ઘટવાથી થતી બીમારીઓ
યાદશક્તિ પર અસર: વિટામિન B12 ઘટવાથી મગજ પર ખોટી અસર પડે છે. જેના કારણે વૃદ્ધત્વની સાથે ઘણી વાર યાદશક્તિ પણ જતી રહે છે.
માનસિક બીમારી: વિટામિન B12ની ઉણપથી શારીરિક સમસ્યા તો થાય જ છે પણ સાથે મગજ પર ખોટી અસર પડવાને કારણે માનસિક બીમારી થવાની શક્યતા વધી જાય છે.
વધુ વાંચો: કબજિયાતથી લઇને..., શરીરને લગતી અનેક સમસ્યાઓ માટે કેળાં છે હેલ્ધી, જાણો ફાયદા
હાડકાં નબળા પડવા: શરીરમાં વિટામિન B12 ઘટવાની અસર હાડકાં અને સાંધા પર જોવા મળે છે. B12 ઘટવાથી હાડકાં નબળા પડે છે. જેથી હાડકા, પીઠ અને કમરનો દુ:ખાવો થાય છે.
નર્વસ સિસ્ટમ પર અસર: શરીરમાં વિટામિન B12ની ઉણપ થવાના કારણે નર્વસ સિસ્ટમ પર અસર પડે છે. જ્યારે શરીરના દરેક ભાગ સુધી લોહી પહોંચતુ ન હોવાથી જીવનભર રહે તેવા રોગ થવાની સંભાવના વધી જતી હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.