બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / જો શરીરના આ ભાગોમાં દુ:ખાવો શરૂ થાય તો પથરી હોઈ શકે, જાણો લક્ષણોની સાથે ઉપાય

હેલ્થ કેર / જો શરીરના આ ભાગોમાં દુ:ખાવો શરૂ થાય તો પથરી હોઈ શકે, જાણો લક્ષણોની સાથે ઉપાય

Last Updated: 11:53 AM, 29 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કિડની, મૂત્રવાહિની અને મૂત્રાશય (બ્લેડર) મૂત્રપથનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. પાણી અને શરીરના અન્ય કચરાથી કિડની મૂત્ર બનાવે છે. ખનિજ પથરી બની જાય છે, જેના કારણે શરીરમાં આ લક્ષણો જોવા મળે છે.

કિડની, મૂત્રવાહિની અને મૂત્રાશય (બ્લેડર) મૂત્રપથનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. પાણી અને શરીરના અન્ય કચરાથી કિડની મૂત્ર બનાવે છે. ત્યારપછી આ મૂત્ર મૂત્રાશયમાં બહાર નીકળીને જમા થાય છે અને મૂત્રમાર્ગથી બહાર નીકળી જાય છે. શરીરમાં પાણીની કમી થાય તો મૂત્ર યૂરિક એસિડ વધવાને કારણે ઘટ્ટ થઈ જાય છે. ત્યારપછી તે ખનિજ પથરી બની જાય છે, જેના કારણે શરીરમાં આ લક્ષણો જોવા મળે છે. 

પથરીના લક્ષણ
કિડનીમાં પથરી બને છે, તો પથરી કિડનીમાંથી મૂત્રવાહિનીમાં જતી રહે છે. જો કોઈ પથરી કિડનીમાંથી નીકળીને મૂત્રવાહિનીમાં ફસાઈ જાય તો તેને મૂત્રવાહિની પથરી કહેવામાં આવે છે. જેના કારણે મૂત્રનો નિકાલ થઈ શકતો નથી અને કિડની પર પ્રેશર થવા લાગે છે. આ પ્રેશરને કારણે નસ એક્ટિવ થાય છે, દુખાવાના સંકેતને બ્રેઈન સુધી પહોંચાડે છે. પાંસળીઓની નીચે, બાજુ અને પીઠમાં દુખાવો થઈ શકે છે.

Kidney 3

શરૂઆતમાં ક્યાં દુખાવો થાય છે?

  • કિડની પથરીનો દુખાવો આકસ્મિક થવા લાગે છે. પથરી હલે તથા તીવ્રતા વધી જાય ત્યારે પથરીનો દુખાવો થાય છે. 
  • પથરી મૂત્રમાર્ગથી નીચે આવી જાય તો કમરમાં દુખાવો થાય છે. 
  • પેટમાં દુખાવો થાય છે. 
  • પથરી મૂત્રવાહિની અને મૂત્રાશયના વચ્ચેના જંક્શન પર પહોંચી જાય તો પેશાબ કરતા સમયે દુખાવો થાય છે. 
  • વારંવાર UTI થઈ શકે છે. 
  • ઉબકા આવે છે
  • કિડનીમાં રહેલ પથરીને કારણે નસ પર અસર થાય છે, જેના કારણે પેટ ખરાબ થઈ શકે છે.
Kidney 2

વધુ વાંચો: આ 5 ભૂલો કરી તો ડિપ્રેશનમાં સપડાશો, જિંદગી જીવવી બનશે મુશ્કેલ, આવી રીતે બચો

શરીરમાં આ પ્રકારના લક્ષણો જોવા મળે તો તાત્કાલિક ડોકટરનો સંપર્ક કરીને તેમની સલાહ લેવી અને ઈલાજ કરાવવો. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

સંકળાયેલા મુદ્દાઓ

Kidney Stone kidney stone symptoms Health Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ