બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / તમને પણ વસ્તુઓ રાખીને ભૂલવાની આદત છે? આ ટિપ્સથી મેમરી થશે પાવરફૂલ

આરોગ્ય / તમને પણ વસ્તુઓ રાખીને ભૂલવાની આદત છે? આ ટિપ્સથી મેમરી થશે પાવરફૂલ

Last Updated: 11:49 PM, 5 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્તમાન સમયમાં ઘણા લોકોને ભૂલવાની બીમારી ફરિયાદ હોય છે. જો તમે પણ આ બીમારીના શિકાર હોય તો તમે અમુક ટિપ્સ ફોલો કરીને આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.

ખરાબ જીવનશૈલી અને અનહેલ્ધી ડાયના કરને મગજના સ્વાસ્થ્ય પર ખોટી અસર પડી શકે છે, જેના કારણે મેમરી લોસ જેવી સમસ્યાનો શિકાર બનાય છે. ઘણા લોકો ચીજવસ્તુને ક્યાંકને ક્યાંક મુકીને ભૂલી જતા હોય છે. જો તમે પણ આ સમસ્યાના દર્દી છો તો તમે અમુક ટિપ્સ ફોલો કરીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

memory

મેડીટેશન કરવું

જો તમને ભૂલવાની બીમારી હોય તો તમારે ડેલી રૂટીનમાં મેડીટેશનને સામેલ કરવું જોઈએ. મેડીટેશન કરવાથી સ્ટ્રેસ દૂર થાય છે અને સાથે સાથે તમારું ફોકસ, મેમરી અને મેન્ટલ હેલ્થ પણ સુધરે છે.  

હેલ્ધી ડાયટ

ફળો, શાકભાજી, અનાજ અને દુર્બળ પ્રોટીન ધરાવતા તંદુરસ્ત અને સંતુલિત આહારના પ્લાનને ફોલો કરીને તમારી યાદશક્તિને સુધારી શકાય છે. ભૂલવાની બીમારીથી છુટકારો મેળવવા માટે દરરોજ લિમિટમાં રહીને ડ્રાય ફ્રુટ્સનું જરૂરથી સેવન કરવું.

ફીઝીકલ એક્ટીવીટી

મેમરીને સુધારવા માટે ફીઝીકલ એક્ટીવીટી ખુબ જરૂરી છે. યાદશક્તિ મજબૂત કરવા માટે દરરોજ એક્સરસાઇઝ કરવાનો નિયમ બનાવવો જોઈએ. એક્સરસાઇઝની ઓલઓવર હેલ્થ પર પોઝિટિવ અસર પડે છે.  

PROMOTIONAL 12

સોશિયલ મીડિયાથી દૂર રહેવું

જો તમે ભૂલવાની બીમારીની ઝપટમાં આવી ગયા છો તો તમારે સોશિયલ મીડિયાનો ઉપયોગ શક્ય હોય તેટલો ટાળવો જોઈએ. હકીકતમાં તો વધારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાથી પણ મેમરી પર ખોટી અસર પડે છે. જો તમે તમારી યાદશક્તિને સુધારવા ઇચ્છતા હોય તો તમારે સોશિયલ મીડિયાનો બને તેટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ.  

વધુ વાંચો: જો-જો ક્યારેય આવી ભૂલ ન કરતા, નહીંતર સીધા હેકર્સ પાસે જતા રહેશે વોટ્સએપના એક્સેસ

સાઉન્ડ સ્લીપ

જો તમે તમારી બ્રેઈન હેલ્થને મજબુત બનાવવા ઈચ્છતા હોય તો દરરોજ 7-8 કલાક સાઉન્ડ સ્લીપ લેવાનું શરુ કરવું જોઈએ. ઊંઘની ઉણપથી પણ મેન્ટલ હેલ્થ પર ખોટી અસર પડી શકે છે અને તમે ભૂલવાની બીમારીના શિકાર બની શકો છો.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mental Health Memory Loss Problems Health Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ