બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / દિવસમાં આટલું પ્રોટીન લેશો તો વધવાને બદલે ફટાફટ ઘટશે વજન, જાણો બીજા અઢળક ફાયદા
Last Updated: 05:43 PM, 29 November 2024
પ્રોટીન વિશે મીથ છે કે જે લોકો જીમ જાય છે કે વધુ મહેનત કરે છે માત્ર તેમને જ પ્રોટીનની જરૂર પડે છે. પરંતુ એવું નથી હોતું. સામાન્ય જીવનમાં પણ દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું તેના શરીરના વજન બરાબર કે 0.8 પ્રતિ કિલોગ્રામ બોડી વેટ અનુસાર પ્રોટીન લેવું જોઈએ. આ ખૂબ જરૂરી પોષક તત્વ છે. પ્રોટીન ખાવાથી ઘણા ફાયદા થાય છે, જેમાં પ્રોટીન વજન ઘટાડવામાં મદદ કરે છે અને આ સિવાય મસલ્સ ગેનની સાથે ઓવરઓલ હેલ્થને તંદુરસ્ત રાખે છે. તો ચાલો આની પાછળનું વિજ્ઞાન જાણીએ.
ADVERTISEMENT
વેટ લોસ અને પ્રોટીન
ADVERTISEMENT
જ્યોર્જિયાના એમોરી યુનિવર્સિટી હોસ્પિટલના ડાયટ એક્સપર્ટ મેલીસા મજમુદારનું કહેવું છે કે, 'પ્રોટીન વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. કારણ કે આ ભૂખને કંટ્રોલ કરી શકે છે. જ્યારે વજન ઘટાડવા માટે સામાન્ય રીતે કેલરીને ડેફિસિટમાં રાખવામાં આવે છે, ત્યારે પ્રોટીનવાળી ચીજોનું સેવન તમારી ભૂખને કંટ્રોલમાં રાખે છે.'
'હકીકતમાં, જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે તે આપના નાના આંતરડામાં જાય છે અને ખોરાક ખાવાની ઈચ્છા પૂરી કરવા માટે હાર્મોન રીલીઝ થાય છે અને એવામાં પ્રોટીન સૌથી સારું કામ કરે છે કારણ કે આ ખાવાની ઇચ્છાને રોકે છે અને પેટ ભરેલું રાખે છે.
'જ્યારે કોઈ પોતાનો વજન ઘટાડે છે તો સ્વાભાવિક રૂપે ટન મસલ્સ પણ ઘટે છે. એવામાં પ્રોટીનનુ સેવન મસલ્સને મેન્ટેન રાખે છે.'
જનરલ ઓફ ઓબેસિટી એન્ડ મેટાબોલિક સીન્ડ્રોમમાં 2020ની એક સ્ટડીમાં જણાવ્યું છે કે પ્રોટીનને પચાવવામાં ફેટ અને કાર્બોહાઈડ્રેટ્સની સરખામણીમાં ત્રણ ઘણું વધુ કેલરી બર્ન થાય છે.
પ્રોટીનવાળી ચીજો ખાવાના ફાયદા
ભૂખ ઘટે છે: પ્રોટીનથી ભૂખ કંટ્રોલમાં રહે છે. આ શરીરમાં ભૂખને કંટ્રોલ કરતાં હોર્મોનને ઘટાડે છે અને પેપ્ટાઈડ YY જેવા હોર્મોન વધારે છે જે ભૂખને ઘટાડે છે.
મેટાબોલિઝમ વધારે છે: ડાયટ્રી ઈંડ્યુંસ્ડ થર્મોજેનેસીસનું કહેવું છે કે પ્રોટીન પચાવવા માટે શરીરની વધારે કેલરી ખર્ચ થાય છે.
મસલ્સ મેન્ટેન રાખે છે: જ્યારે તમે વજન ઘટાડવા માટે ડાયટિંગ કરો છો તો શરીર ફેટ અને મસલ્સને બર્ન કરે છે. પ્રોટીન ખાવાથી મસલ્સ લોસ નથી થતાં જે શરીરની કુલ કેલરી બર્ન કરવાની ક્ષમતાને મેન્ટેન રાખે છે.
કેલરી ઇન્ટેક ઘટે છે: પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને ફેટની સરખામણીમાં પેટ ભરેલું રાખવાની વધુ સંતુષ્ટિ આપે છે. એટલે જ્યારે તમે પ્રોટીન વાળો ખોરાક લો છો તો ત્યારે તમારે એટલી જ કેલરી ખાવામાં પેટ ભરેલું લાગે છે જેટલું કાર્બોહાઇડ્રેટ્સ કે ફેટ થી મળે છે, પરંતુ વધારે કેલરી ખાવી.
ફેટ લોસમાં મદદ: ઘણી રિસર્ચ જણાવે છે કે પ્રોટીનનું વધુ સેવનથી શરીરના ફેટને ઓગાળવામાં મદદ મળી શકે છે, ખાસ કરીને કાર્બોહાઈડ્રેટ્સ અને હાઇ પ્રોટીન વાળી ડાયટ સાથે.
શું કરવું જોઈએ?
બેલેન્સ ડાયટ: માત્ર પ્રોટીન જ નહીં, પણ કાર્બોહાઇડ્રેટ્સ અને હેલ્ધી ડાયટ પણ સામેલ કરવી. ખાસ કરીને જો તમારે હૉલ મસલ્સ સારા બનાવવા કે વેટ લોસ કરવો છે. સાથે જ અન્ય પોષક તત્વોને પણ બેલેન્સ બનાવી રાખો.
એક્સરસાઈઝ: વજન ઘટાડવા માટે માત્ર ડાયટ જ નહીં, એક્સરસાઈઝ પણ જરૂરી છે. તાકાત વધારતી એક્સરસાઈઝ વજન ઘટાડવામાં મદદ કરે છે.
વધુ વાંચો: ચામાં આ વસ્તુ ભૂલ પણ ન ભેળવતા, છે ધીમા ઝેર જેવી, પાછળની જિંદગીમાં પસ્તાશો
જો તમે વજન ઘટાડવા વિશે વિચારી રહ્યા છો તો પ્રોટીનનુ સેવન વધારવું એક સારી પધ્ધતિ હોઈ શકે છે. આ ન માત્ર ભૂખ ઘટાડે છે પણ મસલ્સને મેન્ટેન રાખશે અને ફેટ બર્ન કરવામાં પણ મદદ કરશે. પરંતુ અને બેલેન્સ ડાયટ અને રેગ્યુલર ફિઝિકલ એક્ટિવિટી સાથે સામેલ કરો.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.