બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / વારંવાર હાથ ધોવાની ટેવ સૌથી ખતરનાક, બીમારીને આમંત્રણ, કારણ સહિત જાણો કેવી રીતે મેળવવો છુટકારો

આરોગ્ય / વારંવાર હાથ ધોવાની ટેવ સૌથી ખતરનાક, બીમારીને આમંત્રણ, કારણ સહિત જાણો કેવી રીતે મેળવવો છુટકારો

Last Updated: 08:43 PM, 2 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાથ ધોવા સારી આદત છે. પરંતુ વારંવાર હાથ ધોવાથી પણ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, આ તમારા સ્વાસ્થ્યને ગંભીર રૂપે અસર કરી શકે છે. ઘણી વાર સ્વચ્છતા તરફ લીધેલું પગલું આપણા માટે હાનિકારક બની જાય છે. જાણો કેવી રીતે.

વારંવાર હાથ ધોવા સારી આદત છે. કોવિડ બાદથી લોકોમાં સાફ-સફાઈ માટે જાગૃતતા વધી છે. આ બાદથી જ લોકો પોતાની પાસે હંમેશા સેનેટાઈઝર રાખવા લાગ્યા છે. લોકો વારેઘડીયે હાથ ધોવે છે, પરંતુ શું તમને ખબર છે વારંવાર હાથ ધોવાથી પણ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, આ તમારા સ્વાસ્થ્યને ગંભીર રૂપે અસર કરી શકે છે. ઘણી વાર સ્વચ્છતા તરફ લીધેલું પગલું આપણા માટે હાનિકારક બની જાય છે. જાણો કેવી રીતે.    

hand-wash-3

શું કહે છે હેલ્થ એક્સપર્ટ?

એક રિપોર્ટ અનુસાર, વારંવાર હાથ ધોવા એક સાઇકોલોજીકલ ડિસઓર્ડર છે. હેલ્થ એક્સપર્ટ કહે છે કે હાઇજિન મેન્ટેન કરવું જરૂરી છે, પરંતુ હાઇજિનની આડમાં તમે તમારી સ્કીન સાથે રમી રહ્યા છો. આ સાઇકોલોજીકલ ડિસઓર્ડરમાં વ્યકિતને કોઈ એક આદત રીપીટ કરવાની આદત પડી જાય છે, જેમ કે હાથ ધોવા, દરવાજો બંધ છે કે ખુલ્લો ચેક કરવો.  

hand-wash-1

વારંવાર હાથ ધોવાથી શું થાય?

હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે હાથોને વારંવાર ધોવાથી સ્કીન ખરાબ થઈ શકે છે. વારંવાર સેનેટાઈઝર કે હેન્ડવોશને ઉપયોગ કરવાથી કેમિકલ હાથળીઓના સંપર્કમાં આવે છે, જેથી સ્કીનમાં નેચરલ ઓઇલ  ઘટવા લાગે છે. તેનાથી સ્કિન ડ્રાય થઈ શકે છે, સ્કીનમાં ખંજવાળની સમસ્યા થઈ શકે છે. સ્કીન સિવાય અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે, જેમ કે હાથ ધોવાથી વ્યક્તિ તણાવમાં પણ રહી શકે છે, કારણ કે  આનાથી   ઓક્સિડેટીવ સ્ટ્રેસ લેવલ વધી જાય છે. વારંવાર સાબુથી હાથ ધોવાથી એક્ઝિમા રોગ થઈ શકે છે. આ સ્કિન સંબંધિત એક રોગ છે, જેમાં સ્કીન લાલ થઈ શકે છે, તેમાં સોજો અને ક્રેકસ પડી શકે છે.  

PROMOTIONAL 12

કેટલી વાર ધોવા જોઈએ હાથ

હેલ્થ એક્સપર્ટ અનુસાર દિવસમાં વધુમાં 5 થી 10 વધુ હાથ ધોવા યોગ્ય છે. તેથી વધારે આ ગંભીર બની શકે છે. સાથે જ હાથ ધોવા માટે અમુક સમય નક્કી છે, જેમ એક જમ્યા પહેલા, ફ્રેશ થયા બાદ કે પછી બહારથી ઘરે આવ્યા બાદ અને કોઈ ગંદી ચીજને અડ્યા બાદ. વધુમાં, ઉધરસ, છીંક કે મોંના સંપર્ક પછી હાથ ધોવાની સલાહ આપવામાં આવે છે.  

વધુ વાંચો : હદથી વધારે મોબાઇલ ફોન યુઝ કરનાર પુરુષો સાવધાન! થઇ શકે છે મર્દાનગી પર અસર

કેવી રીતે આ આદતથી છૂટકારો મેળવવો?

હાથ ધોવા માટે યોગ્ય હેન્ડ વોશનો ઉપયોગ કરવો.

હાથ ધોયા પછી, તમારા હાથને સારા મોઇશ્ચરાઇઝરથી મોઇશ્ચરાઇઝ્ડ રાખવા.

વધારે ગરમ પાણીથી હાથ ધોવાની જગ્યાએ હૂંફાળા પાણીનો ઉપયોગ કરવો. 

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

lifestyle news side effects hand washing
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ