બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / પોષક તત્વોથી ભરપૂર આ સીડ મહિલાઓ માટે વરદાન, એક કે બે નહીં મળશે અનેક સ્વાસ્થ્ય ફાયદા

હેલ્થ / પોષક તત્વોથી ભરપૂર આ સીડ મહિલાઓ માટે વરદાન, એક કે બે નહીં મળશે અનેક સ્વાસ્થ્ય ફાયદા

Last Updated: 02:28 PM, 7 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક સ્ત્રી આખા પરિવારની જવાબદારી સાચવે છે, સાથે જ બહાર કામ કરવા પણ જાય છે. પરંતુ તેની પાસે પોતાનું ધ્યાન રાખવાનો સમય હોતો નથી. ત્યારે મહિલાઓએ પોતાના સારા સ્વાસ્થ્ય માટે પોતાની ડાયેટમાં કેટલાક સીડ્સને સામેલ કરવા જોઈએ.

મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે અને તેની સાથે સાથે તેઓ ઘર પણ ચલાવી રહી છે. આ બધાની વચ્ચે તેઓ બીજાનું સંપૂર્ણ ધ્યાન રાખે છે પરંતુ ઘણીવાર તેમના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બની છે અને તેના કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થાય છે. સ્વાસ્થ્યને જાળવવા માટેનું સૌથી મહત્ત્વપૂર્ણ પગલું એ છે કે ખાવાની સારી આદતો બનાવો.

ઘર અને પ્રોફેશનલ લાઈફ વચ્ચે દિનચર્યા ખૂબ જ વ્યસ્ત રહે છે, તો દિનચર્યામાં કેટલાક સીડ્સ સાથે રાખી શકાય છે અને તેને નાસ્તા તરીકે પણ ખાઈ શકાય છે. આ રીતે, શરીરને પોષક તત્વો મળતા રહેશે અને બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાથી પણ બચી જવાય છે. તો ચાલો જાણીએ તે સીડ્સ વિશે જે મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.

seeds

સૂર્યમુખીના બીજ

મહિલાઓએ તેની ડાયેટમાં સૂર્યમુખીના બીજનો સમાવેશ કરવો જોઈએ. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ સ્ત્રીઓમાં હોર્મોનલ અસંતુલનની સમસ્યાને અટકાવે છે અને થાઈરોઈડ અને પીએમએસ પ્રીમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ જેવી સમસ્યાઓની શક્યતાઓ ઓછી રહે છે. આ સિવાય સગર્ભાવસ્થા દરમિયાન સૂર્યમુખીના બીજનું સેવન પણ ખૂબ જ ફાયદાકારક છે.

PROMOTIONAL 11

વરિયાળી

વરિયાળી પણ એક પ્રકારનું બીજ છે જેનો ઉપયોગ મસાલા તરીકે થાય છે. વરિયાળીનું સેવન પણ મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. વરિયાળીનું પાણી પીવાથી મેન્સ્ટ્રુઅલ ક્રેમ્પ્સ એટલે કે પીરિયડ્સ દરમિયાન પેટના નીચેના ભાગમાં દુખાવો અને ખેંચાણથી રાહત મળે છે.

આ પણ વાંચો: શું તમે જાણો છો ચાંદીના વાસણમાં ખાવાના ફાયદા, જાણશો તો આજે જ માર્કેટમાંથી લેતા આવશો

અળસીના બીજ

મહિલાઓએ તેમના આહારમાં અળસીના બીજનો પણ સમાવેશ કરવો જોઈએ. જો કે, તેની ગરમ તાસીરના કારણે, તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. અળસીના બીજ મહિલાઓમાં અનિયમિત માસિક ધર્મની સમસ્યાને રોકવામાં અસરકારક છે. તે શરીરમાં એસ્ટ્રોજનનું સ્તર જાળવી રાખવામાં મદદ કરે છે અને પ્રજનન ક્ષમતા વધારવામાં પણ મદદરૂપ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Flex Seeds Health Tips Sunflower Seeds
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ