બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / કેટલું હેલ્થી છે તમારું હાર્ટ? વગર પૈસે ઘરે બેઠા ચકાસો, ECG, Echoની નથી જરૂર

હેલ્થ ટિપ્સ / કેટલું હેલ્થી છે તમારું હાર્ટ? વગર પૈસે ઘરે બેઠા ચકાસો, ECG, Echoની નથી જરૂર

Last Updated: 11:07 PM, 8 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમને તમારા હ્રદયના સ્વાસ્થ્યને લઈને ચિંતા થાય છે અને ECG અને ECHO ટેસ્ટ કરવાનું વિચારો છો? આ ઘરેલુ નુસખાથી તમે ખર્ચ વિના તમારા હ્રદયનું સ્વાસ્થ્ય ચેક કરી શકો છો.

વર્તમાન સમયમાં ખરાબ જીવનશૈલી હ્રદય પર સીધો હુમલો કરી રહી છે. સમયસર ખોરાક ન લેવો અને ખરાબ લાઈફસ્ટાઇલના કારણે હ્રદય કમજોર બની જાય છે. જેના પરિણામે હાર્ટ અટેક, સ્ટ્રોક જેવા જીવલેણ ખતરા વધી રહ્યા છે. એવામાં હ્રદયનું સ્વાસ્થ્ય જાણવા માટે લોકો ECG અને Echo જેવા ટેસ્ટ કરાવતા હોય છે.

helth-111

મોટા ભાગના ડોકટરો હ્રદયનું સ્વાસ્થ્ય જાણવા માટે આ ટેસ્ટનો ઉપયોગ કરતાં હોય છે. જો કે તેમ ઈચ્છો તો ઘરે જ પોતાના હ્રદયના સ્વાસ્થ્ય વિશે જાની શકો છો. અમુક ઘરેલુ નુસખા કારગર સાબિત થાય છે, જેમાં મશીનની પણ જરુંર નથી પડતી અને સરળતાથી તમે જાની શકો છો કે તમરું હાર્ટ કેટલું હેલ્ધી છે.

હ્રદયનું સ્વાસ્થ્ય જણાવતા ઘરેલુ નુસખા

દરરોજ 40 પગથિયાં ચઢવા

એપાર્ટ્સ અનુસાર જો તમે 1.5 મિનિટની અંદર 40 પગથિયાં ચઢી શકો છો છતાં તમને શ્વાસ ન ચઢે અને થાક પણ ન લાગે તો સમજવું કે તમારું હ્રદય એકદમ સ્વાસ્થ્ય છે. કમજોરી કે બ્લૉકેજ થવાથી હ્રદય પર પ્રેશર વધે છે અને શ્વાસ ચઢવા લાગે છે અથવા ધબકાર વધી જાય છે.

PROMOTIONAL 9

કમરની સાઇઝ માપવી

એક સ્ટડીમાં જણાવ્યું છે કે હ્રદયનું સ્વાસ્થ્ય જાણવા માટે કે હાર્ટ અટેકનું જોખમ માપવા માટે તો BMIથી વધારે સારું કમરની સાઇઝ ચેક કરવી છે. એક અનુમાન કહે છે કે પુરુષની કમર સાઇઝ 37 ઇંચ હોવી કમજોર હ્રદયની નિશાની છે. પુરુષોમાં 40 ઇંચ અને સ્ત્રીઓમાં 35 ઇંચની કમર હૃદયને ગંભીર ખતરો હોવાનું દર્શાવે છે. જાડાઈના કારણે પણ હ્રદય પર વધરે પ્રેશર પડે છે, બેડ કોલેસ્ટ્રોલ વધે છે અને આ ચરબી નસોમાં જમીને બ્લૉકેજનું કારણ પણ બની શકે છે.

વધુ વાંચો: જીમ અને ડાયટ કરવા છતા પણ નથી ઘટતું વજન, તો તમે કરી રહ્યા છો આવી ભૂલો

પોતાના ધબકાર ગણવા

હાર્ટ રેટનું ગણતરી દ્વારા પણ હ્રદયનું સ્વાસ્થ્ય જાણી શકાય છે. આમ હ્રદયની નસોમાં બ્લૉકેજ પણ જાણી શકાય છે. બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન અનુસાર, નોર્મલ એક્ટિવિટી અને ઉમર લાયક વ્યક્તિની સામાન્ય પલ્સ એક મિનિટમાં 60 થી 100 ધબકારા હોવી જોઈએ. એથલીટની કોઈ સમયે તો 40-50 પણ થઈ જાય છે. ઓછા હાર્ટ રેટમાં શ્વાસ ફુલે, માથું ફરે તેવી સ્થિતિ પણ થઈ શકે છે. એવામાં એલર્ટ રહેવું જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Fitness Tips Healthy Heart Health Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ