બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શું તમે પણ તાંબાની બોટલમાં પીવો છો પાણી? ભૂલ ભારે પડશે, આટલા નુકસાન, ઊબકા પહેલા

સ્વાસ્થ્ય / શું તમે પણ તાંબાની બોટલમાં પીવો છો પાણી? ભૂલ ભારે પડશે, આટલા નુકસાન, ઊબકા પહેલા

Last Updated: 06:26 PM, 4 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં તાંબાના વાસણનો વપરાશ ખૂબ વધવા લાગ્યો છે. આમાં પાણી પીવાથી ઘણા ફાયદાની સાથે નુકસાન પણ થાય છે. તાંબાના વાસણમાં પાણી પીવાથી બીમાર પડી શકાય. જાણો તાંબાનો યોગ્ય ઉપયોગ

આજકાલમાં તાંબાના વાસણનો ઉપયોગ ખૂબ વધી રહ્યો છે. એમાં પણ તાંબાની બોટલો ખૂબ વેચાઈ રહી છે, લોકોને હેલ્ધી રહેવા તાંબામાં પાણી પીવું પસંદ છે. તાંબાના વાસણમાં પાણી પીવાથી ઘણા હેલ્થ બેનિફિટ્સ પણ થાય છે. જેમાં ડાઈજેક્શન ઇમ્પ્રુવ થાય અને ઇમ્યુનિટી વધે છે,પણ કહેવાય છે કે ફાયદો હોય તેનું નુકસાન પણ હોય એવી રીતે તાંબામાં પાણી પીવાથી ફાયદા અનેક છે સામે નુકસાનનું પણ લાંબુ લિસ્ટ છે. કારણ કે શરીરમાં કોપરની માત્રા વધવાથી શરીરને નુકસાન થાય છે

તાંબાની બોટલ, ગ્લાસ અને જગમાંથી વધારે પાણી પીવાથી કોપર ટોક્સિટીની સમસ્યા થાય છે. તાંબું એટલે કોપર, જો કોપરની માત્રા શરીરમાં વધી જાય તો નુકસાન થવાનું શરૂ થાય છે જેમાં આ સમસ્યાઓ જોવા મળે છે

copper-bottle

કોપર પોઇઝનિંગ થવાથી ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલની સમસ્યા જોવા મળે છે અને ઊબકા આવવા, ઊલટી અને ઝાડા જેવી બીમારી થાય છે.

જો પોઇઝનિંગનું પ્રમાણ વધી જાય તો લીવર પણ ડેમેજ થઈ શકે છે.

કોપર પોઇઝનિંગ થવાથી કિડનીની સમસ્યા અને ન્યુરૉલઓજીકલ ડિસઓર્ડર જેવી ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે.

કોપર ટોક્સિટીની સમસ્યા કયારે થાય છે

તાંબાની બોટલમાંથી યોગ્ય પધ્ધતિથી પાણી પીવામાં ન આવે અથવા બોટલ સરખી સાફ ન કરી હોય ત્યારે કોપર ટોક્સિટીની સમસ્યા થવાની શક્યતા વધી જાય છે.

કોપર કે તાંબાના વાસણમાં પાણી પીવાની સાચી રીત

તાંબાના વાસણમાં પાણી પીવાંની સાચી પધ્ધતિ. જો તમે તાંબાની બોટલમાં પાણી પીવો છો તો તેને ઘસીને સાફ કરવી જરૂરી છે. તાંબાની બોટલ સરખી રીતે સાફ નથી થાય તો ઓક્સિડેશનની પ્રોસેસ પર પહોંચી જાય અને નુકસાન કારક બેક્ટેરિયા ઉત્પન્ન થવા લાગે છે.

PROMOTIONAL 9

આ સમસ્યાથી બચવા માટે તાંબાની બોટલની જગ્યાએ તમે જગનો ઉપયોગ કરી શકો છો. જગ મોટો હોવાને કારણે સરળતાથી સાફ કરી શકાય છે.

તાંબાના વાસણમાં ગરમ પાણી ભરવાની ભૂલ ન કરવી, નહિતર કોપર હાનિકારક તત્વ બની જાય છે. તાંબાના વાસણમાં ગરમ પાણી પીવું એટલે સ્વાસ્થ્યને જોખમમાં મૂકવું.

તાંબાના વાસણમાં કોઈ દિવસ લીંબુપાણી જેવા એસીડીક પદાર્થ ન ભરવા. આવું કરવાથી તાંબું એસિટીક પદાર્થના સંપર્કમાં આવતા જ રીએક્ટ કરવાનું શરૂ કરે છે.

આયુર્વેદમાં તાંબાના વાસણમાં પાણી પીવાની રીત કઈ છે?

આયુર્વેદમાં તાંબાના વાસણમાં પાણી પીવાના ખાસ નિયમો બનાવ્યા છે.

જેવા કે તાંબાના વાસણમાં રાખેલું પાણી 8-10 કલાક કરતાં વધારે સમયથી ભરેલું ન હોવું જોઈએ, એટલે રાત્રે પાણી ભરીને મૂકો અને સવારમાં પી લેવું વધારે સમય ન રાખવું.

વધારે સમય સુધી રાખવાથી કોપર ટોક્સિટી વધી જાય છે.

તાંબાના વાસણના ફાયદા જોઈતા હોય તો દિવસમાં ફક્ત એક કે બે સમય જ પાણી પીવું. સવારના સમયે તાંબાના વાસણમાં રહેલું પાણીથી શરીરને પૂરતું કોપર મળી રહે છે, પછી આખો દિવસ સાદું પાણી પી શકાય છે.

વધુ વાંચો: દિવસની શરૂઆત કરો આ હેલ્ધી ડ્રિંક્સથી, આખો દિવસ રહેશો એક્ટિવ અને એનર્જીથી ભરપૂર

તાંબાના વાસણને રોજે સાફ કરવા જરૂરી છે જેનાથી ઓક્સિડેશન ન થઈ શકે અને બેક્ટેરિયાનું ઉત્પાદન અટકી જાય. બારોબાર સાફ ન કરવાથી પેટનો દુખાવો, ઊલટી, ઝાડા અને ઊબકા જેવી બીમારી થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

HealthTips Ayurveda Copper
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ