બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / દુનિયાને નજર લાગી! બ્લીડિંગ આઈ વાયરસનો મંડરાયો ખતરો! જાણો લક્ષણ અને બચાવ
Last Updated: 11:26 PM, 2 December 2024
વર્તમાન સમયમાં દુનિયાભરમાં બ્લીડિંગ આઈ વાયરસ ફેલાઈ રહ્યો છે. જેમાં આંખમાંથી લોહી આવે, કે આંખના સફેદ ભાગમાં લોહી જમા થાય છે. મારબર્ગ, એમપોક્સ અને એમિન્સ જેવા ઘણા દેશોમાં તાજેતરના પ્રસારને કારણે આ વાયરસ ઝડપથી વધી રહ્યો છે. આ એક રવાન્ડામાં આ વાયરસના કારણે ઘણા લોકોનું મોત થઈ ગયા છે અને હજારો લોકો આ વાયરસના શિકાર પણ બન્યા છે. એવામાં સવાલ એ છે કે આ વાયરસ શું આંખોને નુકસાન કરે છે અને આનાથી કેવી રીતે બચવું. તો ચાલો આના વિષે વિગતે માહિતી મેળવીએ.
ADVERTISEMENT
બ્લીડિંગ આઈ વાયરસ
ADVERTISEMENT
બ્લીડિંગ આઈ વાયરસને સાયન્ટિફિક લેંગ્વેજમાં હેમરેજિક કંજકટીવાઈટીસ કહે છે. આ એક પ્રકારનું વાયરલ ઇન્ફેકશન છે. આ થવા પર આંખમાંથી લોહી નીકળી શકે છે. આ સિવાય આંખના સફેદ ભાગમાં લોહી ગંઠાવાનું શરૂ થાય છે અને તે ઝડપથી ફેલાય છે.
આ વાયરસના લક્ષણો
મારબર્ગ વાયરસ કે બ્લીડિંગ આઈ વાયરસમાં 2 થી લઈને 20 દિવસો સુધી લક્ષણો દેખાય છે. આંખોમાં ખૂબ બળતરા અને ખંજવાળ થઈ શકે છે. આ સાથે જ આંખોના સફેદ ભાગમાં લાલાશ કે લોહીનું જામવું, ઝાંખું દેખાવું, માથામાં સતત દુખવું, ચક્કર આવવા, ઉલટી થવી અને હળવો તાવ રહી શકે છે. આ બધા લક્ષણો દેખાતા જ તરત ડોક્ટર પાસે જવું જેથી સમયસર સારવાર મળી શકે.
વધુ વાંચો: વારંવાર હાથ ધોવાની ટેવ સૌથી ખતરનાક, બીમારીને આમંત્રણ, કારણ સહિત જાણો કેવી રીતે મેળવવો છુટકારો
કેવી રીતે બચવું?
બ્લીડિંગ આઈ વાયરસથી બચવા માટે પોતાના હાથને સાફ રાખવા અને સાફ હાથોથી જ પોતાની આંખોને અડવું. ગંદા હાથેથી આંખોને અડવાથી બીમારી ઝડપથી ફેલાય છે. આંખોને અને ચહેરાને લૂછવા માટે સ્વચ્છ રૂમાલનો જ ઉપયોગ કરવો. સંક્રમિત વ્યક્તિથી દૂર રહેવું, જેથી આ બીમારી તમને ન થાય. સાથે જ ડોક્ટર જણાવેલી આઈ ડ્રોપ્સ કે એન્ટિબાયોટિકનો જ ઉપયોગ કરવો. જો તમે કોન્ટેક્ટ લેન્સ કે સ્પેક્સ લગાવો છો તો તેની પણ સતત સફાઈ કરતું રહેવું.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT