બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / જમવાનું ટાઈમસર રાખશો તો આ રોગ જીવનભર શરીરમાં ડોકિયું નહીં કરે, 7 પહેલાનો આ સમય સાચવવો જરૂરી

હેલ્થ ટિપ્સ / જમવાનું ટાઈમસર રાખશો તો આ રોગ જીવનભર શરીરમાં ડોકિયું નહીં કરે, 7 પહેલાનો આ સમય સાચવવો જરૂરી

Last Updated: 10:54 PM, 6 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સવારે ઉઠ્યા પછી નાસ્તો કરવાથી લઈને સૂતા પહેલા રાત્રિભોજન કરવા સુધીનો સમય આપણા સ્વાસ્થ્ય માટે ઘણી હદ સુધી જવાબદાર માનવામાં આવે છે.

વડીલો હોય કે ડોક્ટર દરેક જણ રાત્રે વહેલા જમવાનું કહેતા હોય છે. તમે વારંવાર સાંભળ્યું હશે કે મોડા જમવાથી બરાબર પચતું નથી અને ન તો તે  સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેનું કારણ યોગ્ય સમયે ડિનર ન કરવું હોય છે. ફિટનેસ અને હેલ્થ એક્સપર્ટસ સુવાના ચાર કલાક પહેલા ખાવાની સલાહ આપે છે.

bhojan_1

સામાન્ય રીતે લોકો 10 થી 11 વાગ્યે સૂતા હોય છે એટલા માટે  7 વાગ્યા પહેલા ડિનર કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. અને જો મોડું ડિનર કરવામાં આવે તો વજન વધવાથી લઈને બ્લડ સુગર વધવાનું જોખમ રહે છે.  તો ચાલો જાણીએ કે રાત્રે સાત વાગ્યા પહેલા ખાવાનું ખાવાથી શું ફાયદા થાય છે.    

સર્કેડિયન બેલેન્સ રાખવામાં મદદ

હ્યૂમન બોડીમાં એક ખાસ પ્રકારની સર્કેડિયન રિધમ હોય છે. જે મુજબ સૂર્યપ્રકાશ સાથે આપણા શરીરમાં ઉર્જા વધે છે અને પ્રકાશ ખતમ થતાં ઘટવા લાગે છે. આ જ કારણ છે કે સવારમાં એનર્જી ફિલ થાય છે અને રાત્રે થાકનો અનુભવ થાય છે. રાતનો ખોરાક સાત વાગ્યા પહેલા ખાવાથી બોડીને સર્કેડિયન બેલેન્સ રાખવામાં મદદ મળે છે. આ રૂટિન આપની બોડી માટે સારું હોય છે. તેનો સારો પ્રભાવ પાચનતંત્ર, મેટાબોલિઝમ, લીવર, બોડી ડિટોક્સ પર પડે છે.  

સુગર પર કંટ્રોલ

જલ્દી ડિનર કરવાથી તમારા શરીરને ખોરાકને ગ્લુકોઝમાં પરિવર્તિત કરવાની અને ઇન્સ્યુલિનનો યોગ્ય રીતે ઉપયોગ કરે છે. જે ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે. અને સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.  

PROMOTIONAL 12

ઊંઘ સારી આવે

સૂતા પહેલા ખાવાના કારણે બેચેની કે અપચાની પરેશાની થાય છે. જેથી નિષ્ણાતો રાત્રે સમયસર ખોરાક ખાવાથી ઊંઘની ગુણવત્તા સુધરે છે. જેનાથી તમને ઊંઘવાનો પૂરતો સમય પણ મળે છે. જેથી તમે બીજા દિવસે તાજગી અનુભવી શકો.

હાર્ટ હેલ્થ

સાંજે મોડું ખાવાથી ખાસ કરીને હાઇ કેલેરીવાળી ચીજોથી હાર્ટ હેલ્થ પર અસર પડે છે. અને બીજી બાજુ રાતના ખોરાકમાં ભારે અને ફેટ વાળા ફૂડ્સનું સેવન કરીને હાર્ટ હેલ્થને સારું રાખવામાં મદદ મળે છે.  

હાર્મોનલ બેલેન્સ

શરીરના હોર્મોન્સ, જેમ કે ઇન્સ્યુલિન અને કોર્ટિસોલ એક રૂટિન ફોલો કરે છે. રાત્રે વહેલું ખાવું શરીરના નેચરલી હોર્મોનલ પેટર્ન સાથે મેળ ખાય છે. આ ચયાપચય અને હોર્મોન બેલેન્સ કરે છે.

આ પણ વાંચોઃ ચિકનગુનિયા-ડેન્ગ્યુથી તુરંત થઈ જશો સાજા! જાણો લક્ષણો અને બચવાના ઉપાયો

જલ્દી ડિનરની અસર

નિષ્ણાંતોના અનુસાર વહેલા જમવાના આ ફાયદાઓ સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી રાહત આપે છે અને ફાયદાના કારણે આયુષ્ય 35 ટકા વધી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lifestyle news Health Care Dinner Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ