બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / દેખાવમાં નારિયેળ જેવું આ ફળ પોષક તત્વોથી ભરપૂર, સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
Last Updated: 01:52 PM, 19 September 2024
શરીરનું વજન ઘટાડવા માટે ઘણા સુપરફૂડ ઉપલબ્ધ છે અને તેમાંથી એક છે આઈસ એપલ એટલે કે તાડગોલા. આ ફ્રૂટ લીચી જેવું દેખાય છે અને તેનો સ્વાદ કાચા નારિયેળ પાણી જેવો હોય છે. આઈસ એપલનું સેવન કરવાથી આપણા શરીરને વિટામીન, મિનરલ્સ અને શુગરની પૂરતી માત્રામાં મળે છે.
ADVERTISEMENT
આઈસ એપલ ફળ એ નારિયળ પાણીને પણ ટક્કર આપે એવું છે. આ ફળમાં ઘણા વિટામિન્સ અને મિનરલ્સની સાથે સારી માત્રામાં પાણી હોય છે જે શરીર માટે ડિટોક્સિફાય ડ્રિંકનું કામ કરે છે. સાથે જ તેનું સેવન કરવાથી પાચન પ્રક્રિયા ઝડપી બને છે અને આ ફળ વજન ઘટાડવામાં મદદ કરે છે.
ADVERTISEMENT
ઓછું પાણી પીવાને કારણે લોકોને ઘણીવાર ડિહાઇડ્રેશનની સમસ્યાનો સામનો કરવા લાગે છે. આવી સ્થિતિમાં આઈસ એપલનું સેવન કરવાથી શરીરમાં પાણીની ઉણપ દૂર થાય છે. તેમાં હાજર પાણીની માત્રા માત્ર શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે સાથે જ શરીરને ઠંડુ રાખવામાં પણ મદદ કરે છે.
આટલું જ નહીં આઈસ એપલમાં વિટામીન સીની વિપુલ માત્રા હાજર છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવામાં મદદ કરે છે. જેના કારણે અનેક પ્રકારના રોગો અને ચેપથી રક્ષણ મળે છે. સાથે જ તેનું સેવન લિવર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવાનું કામ કરે છે.
આઈસ એપલનું સેવન પેટ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં મોટી માત્રામાં ફાઈબર જોવા મળે છે, જે કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. આ સિવાય તેમાં વિટામિન B12 હોય છે, જે એસિડિટીની સમસ્યાને દૂર કરે છે. આઈસ એપલમાં 95% સુધી પાણી છે, તેથી ખાસ કરીને ઉનાળાની ઋતુમાં તેને ખાવાની સલાહ આપવામાં આવે છે.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.