બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / આ ફૂડ કોમ્બિનેશન આયુર્વેદ મૂજબ સ્વાથ્ય માટે ખતરનાક, તમે નથી કરતા ને ભૂલ!

photo-story

5 ફોટો ગેલેરી

હેલ્થ ટિપ્સ / આ ફૂડ કોમ્બિનેશન આયુર્વેદ મૂજબ સ્વાથ્ય માટે ખતરનાક, તમે નથી કરતા ને ભૂલ!

Last Updated: 07:04 PM, 13 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દૂધ, ચિકન, મધ સહિતના ફૂડ એવા છે જેમાં ખૂબ પાવર હોય છે. પણ અમુક ફૂડનું કોમ્બિનેશન કરવાથી શરીરમાં વિપરીત અસર થાય છે. આજે તેવા ફૂડ કોમ્બિનેશન વિશે જણાવીશું.

1/5

photoStories-logo

1. ફૂડ કોમ્બિનેશન

આયુર્વેદિક સિદ્ધાંતો મુજબ, કેટલાક ફૂડ કોમ્બિનેશન આપણા સ્વાસ્થ્ય માટે ખતરનાક માનવામાં આવે છે. જો અમુક વસ્તુઓ બીજી વસ્તુઓ સાથે ખાવામાં આવે તો તે તમારા પાચનતંત્રને ખરાબ કરી શકે છે અને તમારા શરીરમાં ઝેરી તત્વો પણ પેદા કરી શકે છે. લાંબા સમય સુધી આ ફૂડ કોમ્બિનેશન ખાવાથી શરીરમાં અસંતુલન થઈ શકે છે અને ગંભીર બીમારી પણ થઈ શકે છે. તો ચાલો જાણીએ તે ફૂડ કોમ્બિનેશન વિશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. દૂધ અને ફળ

સ્મૂધી સહીતમાં ફળો સાથે દૂધ પણ એડ કરવામાં આવે છે. આયુર્વેદમાં આ કોમ્બિનેશનને ખરાબ માનવામાં આવે છે. કારણ કે દૂધ ઠંડુ અને ભારે હોય છે, જ્યારે ફળો મીઠા અને થોડા એસિડિક હોય છે. આ કોમ્બિનેશન તમારા પાચનને સ્લો કરી શકે છે. તે સાથે મળીને પાચન શક્તિને ખલેલ પહોંચાડે છે, જેના કારણે શરીરમાં ઇન્ફલેમેશન અને ઝેરી તત્વોનું નિર્માણ થાય છે. આ ફૂડ કોમ્બિનેશનનું લાંબા સમય સુધી સેવન કરવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. મધ સાથે ગરમ પાણી કે દૂધ

આયુર્વેદ મુજબ ગરમ પાણી કે ગરમ દૂધમાં મધ ભેળવવું બિલકુલ યોગ્ય નથી માનવામાં આવતું. તેનું કારણ એ છે કે જ્યારે મધ બનાવવામાં આવે છે અથવા તેનું તાપમાન વધે છે ત્યારે તે ઝેર બની જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ઘી અને મધ

આયુર્વેદમાં ઘી અને મધ બંનેનો ઉપયોગ દવા તરીકે થાય છે. પરંતુ જ્યારે તેઓ એકસાથે ભળે છે ત્યારે ટોક્સિક રિએક્શન થાય છે. મધની તાસીર ગરમ હોય છે જ્યારે ઘીની અસર ઠંડી હોય છે. આ બંનેને એકસાથે ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. દૂધ સાથે ચિકન અને માછલી

દૂધ, ચિકન અને માછલી એ બધી પૌષ્ટિક વસ્તુઓ છે. પરંતુ આ બધું એકસાથે ન ખાવુ જોઈએ. કેમ કે દૂધની તાસીર ઠંડી હોય છે જ્યારે ચિકન અને માછલીની તારીફ ગરમ હોય છે.આથી જ્યારે તેનું એકસાથે સેવન કરવામાં આવે ત્યારે તે પાચનને ડિસ્ટર્બ કરે છે અને શરીરમાં ટોક્સિન્સ ઉત્પન્ન કરી શકે છે. સમય જતાં આ કોમ્બિનેશન એક્ઝિમા અથવા સોરાયસિસ જેવા ત્વચા રોગોનું કારણ બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Food Combination Ayurveda Health Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ