બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / દવા કરતાં પણ વધુ શક્તિશાળી છે આ નાના બીજ! અદ્ભુત ફાયદા તમને કરશે આશ્ચર્યચકિત

photo-story

11 ફોટો ગેલેરી

હેલ્થ / દવા કરતાં પણ વધુ શક્તિશાળી છે આ નાના બીજ! અદ્ભુત ફાયદા તમને કરશે આશ્ચર્યચકિત

Last Updated: 01:12 PM, 13 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

કોળાના બીજમાં અનેક પોષક તત્વ હોય છે. તેના સેવનથી હ્રદય, ત્વચા પાચનતંત્ર સહિત અનેક સ્વાસ્થ્ય લાભ થાય છે. આજે તેના બેનિફિટ વિશે જાણીએ.

1/11

photoStories-logo

1. કોળાના બીજ

અમુક ફૂડના બીજ પોષક તત્વોથી ભરપૂર હોય છે. જેમાં કોળાના બીજ પણ સમાવેશ થાય છે. કારણ કે તેમાં ઘણા બધા વિટામિન, ખનિજો, ફાઇબર અને એન્ટીઑકિસડન્ટો હોય છે. જો તમે દરરોજ માત્ર એક ચમચી કોળાના બીજ ખાવાનું શરૂ કરો છો તો તમારા સ્વાસ્થ્યને અનેક ફાયદા થઈ શકે છે. ચાલો જાણીએ દરરોજ કોળાના બીજ ખાવાના ફાયદા વિશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/11

photoStories-logo

2. પોષક તત્વોથી ભરપૂર

કોળાના બીજમાં પ્રોટીન, ફાઇબર, હેલ્થી ફેટ, મેગ્નેશિયમ, ઝીંક, આયર્ન અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે. તેને ખાવાથી શરીરમાં પોષક તત્વો પૂરા પડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/11

photoStories-logo

3. હાર્ટ હેલ્થ

કોળાના બીજ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં ખૂબ મદદરૂપ થાય છે. તેમાં સામેલ મેગ્નેશિયમ રક્ત વાહિનીઓને રિલેક્સ કરે છે, જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેમાં ઓમેગા-3 ફેટી એસિડ પણ હોય છે, જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.આથી હાર્ટ હેલ્થ સારું રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/11

photoStories-logo

4. રોગપ્રતિકારક શક્તિ

કોળાના બીજમાં ઝીંકનો સારો એવો સ્ત્રોત હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે ખૂબ જ મહત્વનું સાબીત થાયછે. કોળાના બીજ ખાવાથી શરીરની રોગો સામે લડવાની ક્ષમતા વધે છે અને ઇન્ફેક્શન સામે પણ રક્ષણ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/11

photoStories-logo

5. પાચનતંત્ર રહે છે સ્વસ્થ

કોળાના બીજ પાચન માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલ ફાઇબર પાચનક્રિયામાં સુધારો કરે છે અને કબજિયાતમાં પણ રાહત આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/11

photoStories-logo

6. ડાયાબિટીસ કંટ્રોલ

કોળાના બીજ ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકે છે. તેમાં રહેલું ફાઇબર બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરે છે અને ઇન્સ્યુલિન સેન્સેટિવિટી પણ વધારે છે. તેને ખાવાથી ડાયાબિટીસનું જોખમ ઘટે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/11

photoStories-logo

7. સ્ટ્રેસ અને સારી ઊંઘમાં મદદરૂપ

કોળુ શરીરમાં સેરોટોનિન હોર્મોન રિલીઝ કરવામાં મદદ કરે છે, જે હેપ્પી હોર્મોન છે. તેનાથી મૂડ સુધરે છે, તણાવ ઘટે છે અને સારી ઊંઘ પણ આવે છે. તેમાં સામેલ મેગ્નેશિયમ સારી ઊંઘ લાવવામાં પણ મદદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/11

photoStories-logo

8. હાડકાં બને છે મજબૂત

કોળાના બીજમાં ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને ઝીંક હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવા માટે જરૂરી છે. આ બીજ ખાવાથી હાડકાં ઝડપથી નબળા પડતા નથી અને ઓસ્ટીયોપોરોસિસનું જોખમ પણ ઘટે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/11

photoStories-logo

9. ત્વચા અને વાળ માટે ફાયદાકારક

કોળાના બીજ ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે. તેમાં ઝીંક અને વિટામિન ઇ હોય છે, જે ત્વચા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સિવાય તે વાળને મજબૂત પણ બનાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/11

photoStories-logo

10. વજન ઘટાડો

કોળાના બીજમાં પ્રોટીન અને ફાઇબર સારી એવી માત્રામાં હોય છે. જે ભૂખને કંટ્રોલ કરે છે અને વધુ પડતું ખાવાનું ઘટાડે છે, જે વજન ઘટાડવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/11

photoStories-logo

11. Disclaimer

આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Heart Health Skin Problems Pumpkin Seeds
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ