દિવસમાં ઘણી વખત ઝોકા ખાવા આરોગ્ય સાથે જોડાયેલી સમસ્યાઓનો સંકેત હોય છે. જેને યોગ્ય સમયે ઓળખીને નિષ્ણાંત સાથે સંપર્ક કરવો જોઈએ. અમુક કેસમાં આ ગંભીર બિમારી તરફ ઈશારો કરે છે. આ અંગે જરૂરી વાતો ખાસ જાણી લો.
શું તમને પણ આખો દિવસ ઊંઘ આવે છે?
હાઈ બીપી અને સ્ટ્રોકના જોખમનો હોઇ શકે છે સંકેત
વારંવાર ઝોકા ખાવાથી હાઈ બીપીને વેગ મળે તેવી શક્યતા
શું તમે વારંવાર ઝોકા ખાઓ છો, તો થઇ જજો સાવધાન
શું તમે પણ મેટ્રો, બસ અથવા ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે વારંવાર ઝોકા ખાઓ છો? જો હા તો તમારે સાવધાન થવાની જરૂર છે. દિવસે ઘણી વખત ઝોકા ખાવા સ્વાસ્થ્ય સમસ્યાઓનો સંકેત હોઇ શકે છે. અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે દિવસમાં પાવર નેપ લેવો ફાયદાકારક હોય છે, પરંતુ દિવસમાં ઘણી વખત આમ થવુ સામાન્ય વાત હોતી નથી. આ હાઈ બ્લડ પ્રેશર અથવા સ્ટ્રોક જેવી ગંભીર બિમારી તરફ ઈશારો કરે છે. હાલમાં એક રિસર્ચમાં આ અંગે ચોંકાવનારી વાત સામે આવી છે.
અભ્યાસમાં ચોંકાવનારી વાત આવી સામે
મેડિકલ ન્યુઝ ટુડેની રિપોર્ટ મુજબ વારંવાર ઝોકા ખાવાને લઇને ચીનમાં એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં સંશોધનકારોને જાણ્યું કે વારંવાર ઝોકા ખાવા હાઈ બ્લડ પ્રેશર અને સ્ટ્રોકના વધુ જોખમનો સંકેત હોઇ શકે છે. આ અભ્યાસ અમેરિકન હાર્ટ એસોસિએશનના એક જર્નલમાં પ્રકાશિત થયો હતો. સંશોધનકારોએ અભ્યાસમાં 5 લાખથી વધુનો સમાવેશ કર્યો હતો. જેમાં જાણવા મળ્યું કે જે માણસોએ ક્યારેક-ક્યારેક ઝોકા ખાધા હતા. તેમાં ઝોકા ના ખાનારા લોકોની તુલનામાં હાઈપરટેન્શનનુ જોખમ 7 ટકા, સ્ટ્રોકનુ જોખમ 12 ટકા અને લોહીના ગઠ્ઠાને કારણે થતા સ્ટ્રોકનુ જોખમ 9 ટકા સુધી વધી ગયુ.
વારંવાર ઝોકા ખાનારા લોકોમાં જોખમ સૌથી વધુ
અભ્યાસમાં જાણવા મળ્યું કે જે લોકો દિવસમાં વારંવાર ઝોકા ખાય છે એવા લોકોમાં ક્યારેય ઝોકા ના ખાનારાની તુલનામાં હાઈપરટેન્શનનુ જોખમ 12 ટકા, સ્ટ્રોકનુ જોખમ 24 ટકા અને લોહીના ગઠ્ઠાને કારણે થતાં સ્ટ્રોકનુ જોખમ 20 ટકા સુધી વધી જાય છે. અભ્યાસે સંકેત આપ્યો કે વારંવાર ઝોકા ખાવા હાઈપરટેન્શનના વિકાસ માટે એક સંભવિત જોખમરૂપ છે. ઝોકા બીપી અને સ્ટ્રોકને કેમ પ્રભાવિત કરે છે, આ વાતને સમજવા માટે વધુ સંશોધનની જરૂર છે.