બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / દિવસમાં આટલા કપથી વધારે કોફી પીવાથી થાય છે ખતરનાક સાઈડ ઈફેક્ટ, નુકસાન જાણી ઊંઘ ઉડી જશે

Health / દિવસમાં આટલા કપથી વધારે કોફી પીવાથી થાય છે ખતરનાક સાઈડ ઈફેક્ટ, નુકસાન જાણી ઊંઘ ઉડી જશે

Last Updated: 08:05 AM, 15 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોફી એક એવું પીણું છે જે લોકો દિવસભરનો થાક દૂર કરવા, ઊંઘ ઉડાડવા અથવા એનર્જી વધારવા માટે પીવે છે. કોફી વિશ્વભરના લાખો લોકોના દિવસની શરૂઆતનો એક ભાગ છે.

ઘણા લોકો એવા હોય છે કે જેમની આંખ કોફી વિના નથી ખુલતી, સવારમાં ઉઠીને તરત જ કોફી પીવા જોઈએ છે. દિવસભર કામ કરવા માટે એનર્જી વધારવા માટે, થાક દૂર કરવા માટે કે કામ કરતા સમયે ઘણા લોકો કોફી પીતા હોય છે. દુનિયાભરમાં લાખો લોકો રોજ કોફી પીને જ પોતાન દિવસની શરૂઆત કરી છે. પરંતુ શું તમને એ ખબર છે કે જરૂર કરતા વધારે કોફી પીવાથી શરીરને નુકસાન થાય છે? જો તમે દિવસમાં 4-5 કપ કોફી પીવે છે, એવા લોકોએ સતર્ક થઈ જવું જોઈએ. ચાલો જાણીએ વધારે કોફી પીવાથી થતા સાઈડ ઇફેક્ટ્સ વિશે.

tea-coffee-simple

વધુ પડતી કોફી પીવાથી થઈ શકે છે ગભરામણ અને એન્ક્ઝાઇટી

કોફીનું મુખ્ય ઘટક કેફીન છે, જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને અસર કરે છે. જ્યારે તમે વધારે પ્રમાણમાં કેફીન લો છો, ત્યારે તે ગભરાટ, તણાવ અને એન્ક્ઝાઇટી જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. હૃદય ઝડપથી ધબકવા લાગે છે, હાથ ધ્રુજવા લાગે છે અને બેચેની અનુભવાય છે. જો કોફી પીધા પછી ચીડિયાપણું અનુભવો છો, તો તેનો અર્થ એ છે કે તમારા શરીરમાં કેફીનનું પ્રમાણ વધી ગયું છે. આવી સ્થિતિમાં, તમારે તરત જ કેફીનનું સેવન ઘટાડી નાખવું જોઈએ.

coffee-2

ઊંઘ નથી આવતી? કેફીન હોઈ શકે છે કારણ

જો તમે મોડી રાતે કોફી પીતા હોવ અને પછી રાત્રે ઊંઘ ન આવે તો તેનું કારણ પણ કેફીન હોઈ શકે છે. કેફીન એડેનોસિન નામના ન્યુરોટ્રાન્સમીટરને બ્લોક કરે છે, જે આપણને ઊંઘ આવવામાં મદદ કરે છે. તેથી, સૂવાના 6-8 કલાક પહેલા કોફી પીવાનું ટાળો અને સાંજે ચા અથવા હર્બલ ટી જેવી વસ્તુઓનું સેવન કરો.

PROMOTIONAL 3

પાચનતંત્રને નુકસાન

વધુ પડતી કોફી પીવાથી પાચન તંત્ર પર પણ ખરાબ અસર પડે છે. તે પેટમાં એસિડનું પ્રમાણ વધારીને એસિડિટી, હાર્ટબર્ન અને ડાયેરિયા જેવી સમસ્યાઓ પેદા કરી શકે છે. જો તમને પેટમાં બળતરા અથવા દુખાવો થઈ રહ્યો હોય, તો તે કોફીને કારણે હોઈ શકે છે.

આ પણ વાંચો: એક દિવસમાં કેટલી ચમચી ખાંડ ખાવી હિતાવહ? મોટા નુકસાનથી બચાવી લેશે WHOની નાની સલાહ

ધબકારા બધી જવા અને બ્લડ પ્રેશર વધવું

વધુ પસતું કેફીનનું સેવન કેટલાક લોકોમાં હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર વધારી શકે છે. જો તમને કોફી પીધા પછી સહેજ ચક્કર આવતા હોય અથવા ધબકારા ઝડપી હોય, તો તમારા કેફીનનું સેવન ઓછું કરી દેવું જોઈએ.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Caffeine Coffee Side Effects Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ