મહામારી / નવા 78 કેસ સાથે સુરતમાં આજે સૌથી વધુ 38 કેસ નોંધાયા, રાજ્યમાં કુલ 1099 કોરોના પોઝિટિવ : જયંતિ રવિ

health secretary Jayanti Ravi press conference 17 April 20

ગુજરાતમાં દિવસને દિવસે કોરોના પોઝિટિવના કેસ વધી રહ્યાં છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓનો આંકડો 1 હજારને પાર પહોંચ્યો છે. ત્યારે આજે સાંજે ફરી એકવાર આરોગ્ય વિભાગે પ્રેસ કોન્ફરન્સ કરીને આજનો આંકડો આપ્યો હતો. જેમાં ગુજરાતમાં આજના દિવસના નવા 78  કુલ કોરોના પોઝિટિવ કેસ આવ્યાં હતાં. જેમાં અમદાવાદમાં 32 કેસ નોંધાયા હતાં. તો સૌથી વધુ સુરતમાં 38 કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 12 લોકો સાજા થઇને ઘરે ગયા છે. જેમાંથી એક દર્દીએ ઘરે જતાં પહેલા એક કવિતા પણ લખીને વહીવટી તંત્રને આપી હતી. તો આજે રાજ્યમાં 3 લોકોના આજે મોત થયાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ