Health officer here in Gujarat claims to be positive even after second dose of Corona vaccine
આરોગ્ય વિભાગ /
ગુજરાતમાં અહીં હેલ્થ ઓફિસર કોરોના રસીના બીજી ડોઝ બાદ પણ પોઝિટિવ થયા હોવાનો દાવો, તંત્ર મૌન
Team VTV04:32 PM, 06 Mar 21
| Updated: 04:38 PM, 06 Mar 21
દહેગામમાં THO ડૉ.આર કે. પટેલ વેક્સિન લીધા બાદ સંક્રમિત થતા ચકચારી મચી છે.
દેહગામમાં વેક્સિનનો બીજો ડોઝ લીધા પછી પણ થયો કોરોના
THO ડૉ.આર કે.પટેલ બંને ડોઝ લીધા પછી પણ થયા સંક્રમિત
સમગ્ર ઘટના અંગે હેલ્થ ઓફિસરે મૌન સેવ્યું
ગાંધીનગરના દહેગામમાં હેલ્થ ઓફિસરે વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદ પણ સંક્રમિત થયા છે. દહેગામમાં THO ડૉ.આર કે. પટેલ વેક્સિન લીધા બાદ સંક્રમિત થતા ચકચારી મચી છે. ત્યારે વેક્સિનની અસરકારકતા પર સવાલ ઉઠ્યો છે. જો કે, એક ઉદાહરણથી સમગ્ર વેક્સિનેશન પર સવાલ ઉઠાવી શકાય નહીં.
જો કે, આર.કે પટેલે 16 જાન્યુઆરીના દિવસે પ્રથમ અને 24 ફેબ્રુ.ના દિવસે બીજો ડોઝ લીધો હતો. સમગ્ર ઘટના વિશે જિલ્લા હેલ્થ ઓફિસર ડૉ.મનુ સોલંકીએ મીડિયા સામે મૌન સેવ્યું છે.
ગુજરાતમાં શુક્રવારે નોંધાયા 515 નવા કેસ
શુક્રવારે કોરોનાના નવા 515 કેસ નોંધાયા છે. જે ખરેખર ચિંતાનો વિષય છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ વિગત પ્રમાણે, 24 કલાકમાં 405 દર્દીઓ સાજા થયાં છે. આજે કોરોનાથી રાજ્યમાં એક દર્દીનું મોત અમદાવાદમાં થયું હોવાનું સામે આવ્યું છે. તો હાલ 40 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જો કે, વેક્સિનેસન અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે પરંતુ નાગરિકો હજી પણ બેદરકાર હોવાનું લાગી રહ્યું છે.
અત્યાર સુધીમાં કુલ 4413 દર્દીના કોરોનાથી થયા મોત
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,64,969 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 4413 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. એક્ટિવ કેસમાં પણ વધારો થઇ રહ્યો છે. હવે 2858 એક્ટિવ કેસ છે. રિકવરી રેટ વધીને ઘટીને 97.33 ટકા થયો છે.