ગત મોડી રાત્રે જૂનાગઢ ભારતી આશ્રમે ખાતે પહોંચેલા હરિહરાનંદ સ્વામીની તબિયત લથડી હતી. જેને લઈને આજે ભારતી આશ્રમ ખાતે તબીબો પહોંચ્યા હતાં.
જૂનાગઢ પહોંચ્યા બાદ હરિહરાનંદ સ્વામીની તબિયત લથડી
હરિહરાનંદ સ્વામીના ચેકઅપ માટે ભારતી આશ્રમ ખાતે તબીબો પહોંચ્યા
તબીબોએ ચેકઅપ બાદ હરિહરાનંદ સ્વામીને આરામની સલાહ આપી
જૂનાગઢ પહોંચ્યા બાદ હરિહરાનંદ સ્વામીની તબિયત લથડી
ચાર દિવસ અગાઉ કોઈને કાંઈ પણ કહ્યાં વગર વડોદરાથી ગુમ થયેલા હરિહરાનંદ સ્વામી ગત મોડી રાત્રે જૂનાગઢ પરત ફર્યા હતાં. જે બાદ આજે તેમની એકા-એક તબીયત લથડતાં તેમના ભક્તો સહિત સૌ કોઈ ચિંતા પડી ગયાં હતાં. મહત્વનું છે કે, હરિહરાનંદ તબિયત એકા એક લથડતાં આશ્રમ ખાતે તબીબોને બોલાવવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું ચેકઅપ કરવામાં આવ્યું હતું.
હરિહરાનંદ સ્વામીને તબીબોએ આરામની કરવાની સલાહ આપી
હરિહરાનંદ સ્વામીનું ચેકઅપ બાદ તબીબોએ આરામની કરવાની સલાહ આપી છે. તો બીજી તરફ ભારતી ટ્રસ્ટીઓએ હરિહરાનંદ સ્વામીને કાયદાકીય પ્રક્રિયા કરવાની સલાહ આપી હતી. ઉલ્લેખનીય છે કે, હરિહરાનંદ સ્વામી જૂનાગઢ ભારતી આશ્રમમાં પરત ફરતાંની સાથે જ પ્રોપર્ટી વિવાદ અંગે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, વિવાદ કરવો મને ઉચિત ન લાગતા હું બધુ છોડી નીકળી ગયો હતો. તેમણે જણાવ્યું હતું કે, સરખેજ આશ્રમનું વિલ ખોટુ છે. બ્રહ્મલીન ભારતી બાપુએ સરખેજનું કોઇ વિલ બનાવ્યું નથી. તેમજ ઋષિ ભારતી એ ભારતી બાપુના શિષ્ય નથી. આ સાથે તેમણે ઉમેર્યુ હતું કે, ભારતી બાપુએ મારા નામનું વિલ બનાવવામાં આવ્યું હતું.સરખેજ આશ્રમનું વિલ ખોટું છે.તેમણે કહ્યું કે, વિવાદ કરવો મને ઉચિત ન લાગતા હું બધુ છોડી નીકળી ગયો હતો.
શું હતો સમગ્ર બનાવ ?
ઉલ્લેખનીય છે કે, ચાર દિવસ અગાઉ જૂનાગઢ ખાતે આવેલા ભારતી આશ્રમના મહામંડલેશ્વર હરિહરાનંદ સ્વામી વડોદરાની કપુરાઈ ચોકડીથી ગુમ થયા હતા. જે અંગે કેવડિયા આશ્રમના પરમેશ્વર ભારતીએ વડોદરાનાં વાડી પોલીસ મથકમાં અરજી હતી. આ માહિતીને લઈને પોલીસે ગુમ થવાનું કારણ શોધવા તેમજ સીસીટીવી અને મોબાઈલ લોકેશન તથા સેવકોની તપાસ સહિતની કામગીરીનો ધમધમાંટ શરૂ કર્યો હતો. આ અંગે માહિતી આપનારને ઇનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. કોલ ડિટેલના આધારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને વાડી પોલીસ દ્વારા ઓપરેશન હાથ ધરતા હરિહરાનંદ સ્વામી મહારાષ્ટ્રના નાસિક આશ્રમ પાસેથી મળી આવ્યા હતાં. ત્યારબાદ વડોદરા પોલીસની ટીમોએ સ્વામીને લઇને ગઈ કાલે બપોરે પરત ફરી હતી. ત્યાર બાદ ગત મોડી રાત્રે હરિહરાનંદ સ્વામી જૂનાગઢ ભારતી આશ્રમ ખાતે પહોંચ્યા હતાં.