બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ચોમાસામાં ચા-કોફીને બદલે પીવો આ હેલ્ધી ડ્રિંક્સ, ગેસ-અપચાની સમસ્યાથી મળશે રાહત.

આરોગ્ય ટિપ્સ / ચોમાસામાં ચા-કોફીને બદલે પીવો આ હેલ્ધી ડ્રિંક્સ, ગેસ-અપચાની સમસ્યાથી મળશે રાહત.

Last Updated: 11:03 PM, 19 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોમાસામાં ચા અને કોફી જેવા ગરમ પીણાં પીવાની મજા જ કંઈક અલગ હોય છે. ચા-કોફી પીવાની સાથે ક્યારેક આ પીણા પણ એક વાર કરો ટ્રાય, તમને અને તમારી હેલ્થ બંને ને પણ મજા પડી જશે.

ચોમાંસાની શરૂઆતથી જ ફૂડી લોકોને મજા પડી જાય છે. ગરમ-ગરમ ચા કે કોફી પીવાની મજા અલગ જ પ્રકારની હોય છે. જો તમને પણ મારી જેમ ચા કે કોફી વગર ચાલતું નથી. તો એક વખત આ ગરમ પીણાંનો અનુભવ કરી જુઓ, તમે કહેશો કે વાહ!. આ પીણું તમને ચોમાસામાં ફિટ એન્ડ ફાઇન રાખશે, અને તેની સાથે તમને ઘણી બીમારીઓથી પણ બચાવશે કે જે બીમારી આખું ચોમાસું હેરાન કરતી હોય.

Untitled-131

ચોમાસું શરૂ થઈ ગયું છે, ચોમાસું શરૂ થવાની સાથે બીમારીઓ પણ વધવા લાગે છે. આ બીમારીઓથી બચવા માટે ડૉક્ટર ખાવા-પીવામાં ધ્યાન રાખવા પર ભાર આપે છે. એવામાં તમે જો તમારી ડ્રીન્કને થોડી બદલો અને ચા-કોફીના બદલામાં આ પીણાંનો ઉપયોગ કરો તો તમે ઘણી બીમારીઓથી બચી શકો છો. જાણો આ પીણું શું છે અને કેવી રીતે બને છે?

આપણે તુલસીના ઉકાળાં વિશે વાત કરી રહ્યા છીએ. તુલસીના ઉકાળાથી ઘણા ફાયદા થાય છે. ડૉક્ટર માહિતી આપતા જણાવે છે કે તુલસીમાંથી બનાવામાં આવેલો ઉકાળો ચોમાસામાં સ્વાસ્થ્ય પર જાદુ જેવું કામ કરે છે. ડૉક્ટરે વધુ માહિતી આપતા કહ્યું કે તુલસી એ એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિબોડી છે, જેમાં ઘણા તત્વો છે જે શરીરને બીમારીઓથી બચવામાં મદદ કરે છે.

Vtv App Promotion

તમે જો તુલસીના ઉકાળાંને નિયમિતપણે લો છો તો તમને ચોમાસામાં થતી ગેસ, અપચો, પેટનો દુખાવો જેવી અનેક પેટની બીમારીથી બચાવે છે. તુલસીનો ઉકાળો ખીલની સમસ્યાની સાથે-સાથે ઋતુ બદલાતા લાગતા ચેપથી પણ રક્ષણ આપે છે.

ઘરે પણ બનાવી શકો છો ઉકાળો

આ ઉકાળો બનાવવો ખૂબ સરળ છે, જેથી તમે ઘરે બેઠા ઉકાળો બનાવી શકો છો. તુલસીનો ઉકાળો બનાવવા માટે એક તપેલી કે બાઉલ લો જેમાં 2 કપ પાણી, 15-20 તુલસીના પત્તા, 5 કાળા મરી, અડધી ચમચી અજમો, 1 ઇંચ આદું, 1-2 લવિંગ, એક ઇંચ કાચી હળદર, ચાર મુલેઠી અને એક ઇંચ તજ નાખી ઉકાળી લેવું, અને અજમો, લવિંગ, કાળા મરી અને તજને વાટીને નાખવા.

આ પણ વાંચો : બ્લડ સુગર હાઇ રહે છે? તો આ 5 શાકભાજી ખાવાની ટેવ પાડો, હેલ્થ રહેશે હેલ્ધી

હવે આમાં મીઠું નાખીને જ્યાં સુધી પાણી અડધું ન થાય ત્યાં સુધી ધીમા ગેસે ઉકાળો અને બસ! તુલસીનો ઉકાળો તૈયાર. આ ઉકાળો તમને ચોમાસામાં ઘણી બીમારીથી તમારી રક્ષા કરશે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Monsoon Diseases Ayurveda tips Health Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ