Superfoods For Memory Enhance: જો તમે વારંવાર બધી વસ્તુઓને મુકીને ભુલી જાવ છો અથવા તો ડિપ્રેશન જેવુ અનુભવી રહ્યા છો તો તમારે તમારી ડાયેટમાં અમુક સુપરફૂડ્સને શામેલ કરવા જોઈએ. અમુક એવા ફૂડ્સ છે જેના સેવનથી મેમરી પાવર બૂસ્ટ થઈ શકે છે.
વસ્તુઓ ગમે ત્યાં મુકીને ભુલી જાઓ છો?
તો ડાયેટમાં શામેલ કરો આ સુપરફૂડ્સ
મેમરી પાવર થઈ જશે બૂસ્ટ
બ્રેઈન આપણા શરીરનું કંટ્રોલ સિસ્ટમ છે. આ હાર્ટ, લંગ્સ કે અન્ય જરૂરી અંગોને ચાલુ રાખવા માટે નિર્દેશ આપે છે. સાથે જ આપણા ઈમોશન અને વિચારને પણ કંટ્રોલ કરે છે. એવામાં તમે પોતાની ડાયેટમાં આ સુપરફૂડને શામેલ કરી શકો છો.
ફેટી ફિશ
બ્રેઈન ફૂડમાં સૌથી પહેલું નામ આવે છે ફેટી ફિશનું જેમાં ભરપૂર પ્રમાણમાં ઓમેગા 3 ફેટી એસિડ મળી આવે છે. એક રિપોર્ટ અનુસાર આપણુ મગજ 60 ટકા ફેટથી બનેલું છે અને તેમાં મોટી સંખ્યામાં ઓમેગા 3 હોય છે. આ યાદશક્તિ અને સીખવાની ક્ષમતાને વધારવામાં મદદ કરે છે. તેના માટે ડાયેટમાં એવી વસ્તુઓને જરૂર શામેલ કરવી જોઈએ.
કોફી
જો તમે વસ્તુઓ ભૂલી રહ્યા છો અથવા તો તમારો મૂડ સારો નથી રહેતો તો તમારે પોતાની ડાયેટમાં કોફીને શામેલ કરવી જોઈએ. સંશોધન અનુસાર આ મગજને એલર્ટ કરે છે અને મૂડને બૂસ્ટ કરવામાં મદદ કરે છે. તેમાં હાજર કેફીન અને એન્ટીઓક્સીડેન્ટ અલ્ઝાઈમર જેવી બીમારીને પણ દૂર રાખવામાં મદદ કરે છે.
ચોકલેટ
જો તમે ચોકલેટના શોખીન છો તો જણાવી દઈએ કે આ તમારા બ્રેઈન માટે સુપર ફૂડ્સની જેમ હોય છે. તેમાં રહેલા કોકોઆ બ્રેનને બૂસ્ટ કરે છે. આટલું જ નહીં તે એન્ટી ઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે જે મેમોરી અને યાદશક્તિ બંન્નેને બૂસ્ટ કરે છે.
હળદર
હળદર બ્રેઈન માટે સુપરફૂડ માનવામાં આવે છે. હરીરતે હળદરમાં એન્ટી ઈન્ફ્લામેન્ટરી અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. આ બ્રેઈનમાં બ્લડ સર્કુલેશનને પણ સારૂ રાખવામાં મદદ કરે છે. જેનાથી બ્રેનમાં ઓક્સીજનનું પ્રમાણ સારૂ રહે છે. આ ડોપામાઈન હોર્મેનને વધારીને મેમરી સારી રાખવામાં મદદ કરે છે.
બ્રોકલી
બ્રોકલીમાં પણ ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે અને તેમાં વિટામિન કે અને એન્ટીઈન્ફ્લામેટ્રી ગુણ પણ હોય છે. આ રીતે તે બ્રેઈનને ડેમેજ થવાથી બચાવવા અને બ્રેઈન સેલ્સને હેલ્ધી રાખવા યાદશક્તિને વધારવામાં મદદ કરે છે.