બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:21 AM, 11 June 2024
ઉનાળામાં AC ખૂબ જ રાહત આપે છે. પરંતુ ઘણી વખત રાહત આફતમાં પણ ફેરવાઈ શકે છે. આજકાલ તાપમાન 45 ડિગ્રીને પાર જતુ રહે છે આજ કારણ છે કે ACનો ઉપયોગ વધી ગયો છે. એક્સપર્ટ્સ અનુસાર સતત ACમાં સુવાથી સ્વાસ્થ્ય પર નેગેટિવ અસર પડી શકે છે.
ADVERTISEMENT
ACમાં સુવાના નુકસાન
ADVERTISEMENT
શ્વાસ લેવામાં મુશ્કેલી
AC રૂમમાં મોઈશ્ચરનું સ્તર ઓછુ કરી દે છે જેના કારણે હવા ડ્રય થઈ જાય છે. આ હવા રિસ્પેરેટરી સિસ્ટમને પ્રભાવિત કરી શકે છે. ખાસ કરીને તે લોકો જેમને પહેલાથી જ અસ્થમા કે એલર્જી જેવી સમસ્યાઓ છે. ACમાં સુવાથી નાક અને ગળાનો સોજો, ખાંસી અને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ શકે છે.
સ્કિનની સમસ્યાઓ
ACની ઠંડી અને ડ્રાય હવા ત્વચાના મોઈસ્ચરને પણ ઓછુ કરી દે છે. આ સ્કિનમાં ખંજવાડ, સોજો અને ડ્રાયનેજનું કારણ બની શકે છે. લાંબા સમય સુધી ACમાં સુવાથી ત્વચાની પ્રાકૃતિક ચમક ગુમ થઈ શકે છે અને ઘણી સ્કિન સાથે જોડાયેલી સમસ્યાઓ પેદા થઈ શકે છે.
મસલ્સ અને સાંધામાં દુખાવો
ACની ઠંડકથી મસલ્સ અને સાંધામાં દુખાવો થઈ શકે છે. આ સમસ્યા તે લોકોમાં વધારે જોવા મળે છે જે પહેલાથી જ સાંધાના દુખાવાથી કે વાથી પીડિત હોય છે. ઠંડી હવાનો સીધો સંપર્ક થવાથી મસલ્સ સ્ટ્રેચ થવા અને દુખાવો થવો જેવી સમસ્યા થઈ શકે છે.
ઈમ્યુનિટી પર અસર
સતત ACમાં રહેવાથી શરીરની પ્રતિરોધક ક્ષમતા પણ પ્રભાવિત થઈ શકે છે. ACમાં રહેવાથી શરીર બહારના તાપમાનના ફેરફારના પ્રતિ સંવેદનશીલ થઈ જાય છે. જેનાથી શરદી ખાંસી જેવી સમસ્યા વારંવાર થઈ શકે છે. તેના ઉપરાંત AC ફિલ્ટરમાં જમા થનાર બેર્ટેરિયા અને ધૂળથી સંક્રમણનું જોખમ વધી શકે છે.
આંખોની સમસ્યા
ACની ઠંડી હવાથી આંખોમાં મોઈસ્ચર પણ ઓછુ થઈ જાય છે. જેનાથી આંખો ડ્રાય થઈ શકે છે અને તેમાં બળતરા થઈ શકે છે. આ સમસ્યા ખાસ કરીને એ લોકો માટે હોય છે જે કોન્ટેક્ટ લેંસ પહેરે છે.
વધુ વાંચો: ક્યારેય કુબેરનો ખજાનો નહીં ખૂટે, બસ ઘરમાં આ જગ્યાએ બનાવી દો સ્વસ્તિકનું ચિહ્ન, જાણો મહત્વ
આ વાતોનું રાખો ધ્યાન
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.