બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / જમવાનું જમતા જ વધી જાય શુગર લેવલની સ્પીડ, તો કંટ્રોલ કરવા તુરંત અપનાવો આ ઉપાય

આરોગ્ય ટિપ્સ / જમવાનું જમતા જ વધી જાય શુગર લેવલની સ્પીડ, તો કંટ્રોલ કરવા તુરંત અપનાવો આ ઉપાય

Last Updated: 04:06 PM, 6 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Blood Sugar: ડાયાબિટીસના દર્દીઓ એ વાતને લઈને હંમેશા પરેશાન રહે છે કે ભોજન કરતાની સાથે જ તેમનું શુગર લેવલ હાઈ થવા લાગે છે. જો ક્યારેક અચાનક શુગર લેવલ ઝડપથી વધી જાય તો તરત ડોક્ટરની સલાહ લો. તેની સાથે જ ઘર પર અમુક ઉપાય પણ કરી શકો છો. જેનાથી શુગર લેવલ ઓછુ કરી શકાય.

ભોજન કર્યા બાદ ડાયાબિટીસના દર્દીઓનું શુગર લેવલ તરત વધવા લાગે છે. ઘણી વખત અચાનક બ્લડ શુગર વધવાથી લોકો પેનિક કરવા લાગે છે. એવી સ્થિતિ જો ક્યારેય તમારી સાથે થાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરો. ત્યાં સુધી સ્થિતિને કંટ્રોલ કરવા માટે ઘરે અમુક ઉપાય કરી શકો છો. જે બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરશે.

ભોજન કર્યા બાદ બ્લડ શુગર કેવી રીતે કરશો કંટ્રોલ?

water

પાણી પીવો

શરીરમાં ઝડપથી બ્લડ શુગર વધવા પર ખૂબ પાણી પીવો. આમ કરવાથી એક્સ્ટ્રા ગ્લૂકોઝ નિકળી જશે અને તમારૂ શુગર લેવલ થોડુ ઓછુ થઈ શકે છે. પાણી પાવાથી બોડી હાઈડ્રેટ રહેશે જેનાથી શુગર લેવલ ઓછુ થવામાં મદદ મળે છે.

excersise.jpg

એક્સરસાઈઝ કરો

એક્સરસાઈઝ કરવાથી બ્લડ શુગર લેવલમાં ઘટાડો આવે છે. જો તમને લાગે છે કે અચાનક બ્લડ શુગર હાઈ થઈ રહ્યું છે તો હલ્કી ફુલ્કી એક્સરસાઈઝ પણ કરી શકો છો. એક્સરસાઈઝ કરવી વખતે શરીર એક્સ્ટ્રા ગ્લૂકોઝનો ઉપયોગ કરે છે. જેનાથી બ્લડ શુગર લેવલમાં ઘટાડો થશે.

food

ફાઈબર વાળી વસ્તુઓ ખાઓ

ભોજનમાં જો તમે હાઈ ફાઈબર ફૂડ્સને શામેલ કરો છો તો તેનાથી અચાનક બ્લડ શુગર વધવાની સ્થિતિ ઓછી પેદા થાય છે. ફાઈબર રિચ ફૂડ હાઈ બ્લડ શુગરને કંટ્રોલ કરી શકે છે. આ પ્રકારે ભોજનમાંથી મેટાબોલિઝમ ઝડપી થાય છે અને શુગર લેવલ ઓછુ થાય છે.

વધુ વાંચો: આગામી 5 મહિના સુધી આ રાશિના જાતકો પર શનિદેવ થશે મહેરબાન, ઉલટી ચાલ બનાવશે માલામાલ

karela-1

કારેલા કે જાંબુનો રસ

આયુર્વેદમાં જાંબુ અને કારેલાને શુગરમાં ફાયદાકારક માનવામાં આવ્યા છે. બ્લડ શુગર વધવા પર પણ તમે કારેલા કે જામુનો જ્યુસ પી શકો છો. આ જ્યુસ ઈન્સુલિનને નિયંત્રણમાં લાવવામાં મદદ કરે છે. જોકે એવું ડોક્ટરને પુછીને જ કરવું જોઈએ.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Health News ડાયાબિટીસ Blood Sugar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ