બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / health news reasons of kidney problems in women

હેલ્થ / સાવધાન! વધતી ઉંમર સાથે મહિલાઓમાં વધી રહી છે કિડનીની સમસ્યા, કારણો જાણી ચોંકી જશો

Arohi

Last Updated: 09:11 AM, 3 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાવધાન! વધતી ઉંમર સાથે મહિલાઓમાં વધી રહી છે કિડનીની સમસ્યા, કારણો જાણી ચોંકી જશો | health news reasons of kidney problems in women

  • 30 વર્ષની ઉંમર બાદ મહિલાઓમાં વધે છે કિડનીની સમસ્યા 
  • મહિલાઓની ઉંમર વધવાની સાથે વધે છે કિડનીનું જોખમ 
  • મહિલાઓને કેમ થાય છે આ સમસ્યા જાણો કારણ  

કિડની સાથે સંબંધિત મુશ્કેલીઓનો સામનો કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ઉંમરમાં કરવો પડી શકે છે પરંતુ મહિલાઓ આ સમસ્યાથી સૌથી વધારે પ્રભાવિત થાય છે. 30 વર્ષની ઉંમર બાદ મોટાભાગની મહિલાઓને કિડની સાથે સંબંધિત બિમારીઓનો સામનો કરવો પડે છે. કિડની સાથે સંબંધિત સમસ્યાઓના કારણે મોટાભાગે મહિલાઓની ઓવરઓલ હેલ્થ પર અસર પડે છે. તો આવો જાણીએ શું છે તેનું કારણ.

30 વર્ષ બાદ મહિલાઓમાં કિડની સંબંધિત મુશ્કેલીઓના કારણ 
હોર્મોનલ ફેરફાર 

મહિલાઓને પોતાના આખા જીવનમાં અલગ અલગ પ્રકારના હોર્મોનલ ફેરફારનો સામનો કરવો પડી શકે છે. આ હોર્મોનલ ફેરફાર 30 વર્ષની ઉંમરથી પહેલા અને બાદમાં પણ થઈ શકે છે. હોર્મોનના સ્તરમાં ઉતાર-ચડાવ, ખાસ કરીને એસ્ટ્રોઝન, કિડનીના કામને પ્રભાવિત કરે છે. 

એસ્ટ્રોજેન રક્ત વાહિકાઓને હેલ્ધી બનાવવા અને કિડનીમાં બ્લડના ફ્લોને રેગ્યુલેટ કરવામાં મહત્વપૂર્ણ ભુમિકા નિભાવે છે. એસ્ટ્રોજનના લેવલમાં અસંતુલનના કારણે કિડનીની બીમારીઓનો ખતરો વધવા લાગે છે. જેનાથી કિડની ઈન્ફેક્શન, સિસ્ટ અને પથરીનો સામો પણ કરવો પડે છે. 

પ્રેગ્નેન્સી સંબંધિત મુસ્કેલી
એકથી વધારે બાળક પેદા કરી ચુકેલી મહિલાઓને પોતાના જીવનકાળમાં ક્યારેય પણ કિડનીની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જે મહિલાઓને પ્રેગ્નેન્સી વખતે જેસ્ટેશનલ ડાયાબિટીઝ, હાઈ બ્લડ પ્રેશરનો સામનો કરવો પડે છે તેને જીવનમાં આગળ જઈને કિડની ડેમેજનો પણ સામનો કરવો પડી શકે છે. એવામાં જરૂરી છે કે મહિલાઓ ડિલિવરીના બાદ પોતાની કિડનીનું ખાસ ધ્યાન રાખે. 

જુની બિમારી 
મહિલાઓમાં લાંબા સમયથી ચાલી રહેલી કોઈ જુની બિમારીના કારણે પણ કિડનીની સમસ્યાનો સામનો કરવો પડે છે. ઓટોઈમ્યુન ડિસઓર્ડર જેવા લ્યૂપસ અને રુમેટાઈડ અર્થરાઈટિસના કારણે મહિલાઓને કિડનીમાં બળતરા અને ડેમેજનો સામનો કરવો પડે છે. તેની સાથે જ ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા, જે ઉંમરની સાથે વધે છે. તેમાં પણ કિડની ડેમેજનો ખતરો વધતો જાય છે. એવામાં જરૂરી છે કે તમે આ બન્નેની સમસ્યાઓને કંટ્રોલમાં રાખો. 

અનહેલ્ધી લાઈફસ્ટાઈલ 
ખરાબ લાઈફસ્ટાઈલનો કિડનીના કામ પર ખૂબ ખરાબ પ્રભાવ પડે છે. સ્મોકિંગ, દારૂનું સેવન, હાઈ સોડિયમ ફૂડ્સ, ખાંડ અને પ્રોસેસ્ડ ફૂડનું સેવન કરવાથી કિડનીની સમસ્યાઓ વધી જાય છે. કિડનીને હેલ્ધી રાખવા માટે રેગ્યુલર એક્સરસાઈઝ, બેલેંસ્ડ ડાયેટ અને હેલ્ધી લાઈફસ્ટાઈલ રાખવી ખૂબ જ જરૂરી છે. 

જેનેટિક કારણ
ઘણી વખત કિડનીની સમસ્યાનો સામનો ફેમિલી હિસ્ટ્રીના કારણે પણ કરવો પડી શકે છે. પોલીસિસ્ટિક કિડની રોગ અને અમુક પ્રકારના ગ્લોમેરૂલોનેફ્રાઈટિસ જેવા કંડીશન તમને વારસામાં મળી શકે છે અને 30 વર્ષની ઉંમર બાદ મહિલાઓમાં દેખાવવાનું શરૂ થઈ શકે છે. 

Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Health News Women kidney problems કિડની kidney problems
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ