બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / જો તમને પણ છે વધારે સમય સુધી પેશાબ રોકી રાખવાની આદત, તો ચેતી જજો, નહીંતર....!
Last Updated: 09:27 AM, 13 June 2024
ઘણી વખત એવી સ્થિતિ સામે આવી જાય છે કે યુરિનને લાંબા સમય સુધી હોલ્ડ કરવું પડે છે. ક્યારેક ક્યારેક તો એ ઠીક છે પરંતુ જો તમે મોટાભાગે વધારે સમય સુધી પેશાબ રોકીને રાખો છો તો તેનાથી કિડની અને બ્લેડર સાથે જોડાયેલી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
ADVERTISEMENT
હકીકતે યુરિન બનવું અને તેનું શરીરથી બહાર નિકળવું એક નેચરલ પ્રોસેસ છે. જ્યારે નેચરલ પ્રોસેસમાં અડચણ આવે તો તેનાથી શરીરમાં ઘણી મુશ્કેલીઓ આવી જાય છે. ક્યારેક ક્યારેક યુરિનને રોકવું સામાન્ય છે પરંતુ જો યુરિનને વારંવાર રોકાવામાં આવે તો તમને આ બીમારીઓનો સામનો કરવો પડી શકે છે.
ADVERTISEMENT
વધારે સમય સુધી પેશાન રોકવાથી થઈ શકે છે આ સમસ્યા
કિડની સ્ટોનનો ખતરો
યુરિન રોકવાથી કિડની સ્ટોન એટલે કે પથરીની સમસ્યા થઈ શકે છે. હકીકતે યુરિનમાં યુરિક એસિડ અને કેલ્શિયમ ઓક્સલેટ હોય છે. એવામાં વધારે સમય સુધી યુરિન રોકવાથી કિડની સ્ટોનનો ખતરો વધી જાય છે.
બ્લેડરમાં સમસ્યા
લાંબા સમય સુધી યુરિન રોકવાના કારણે બ્લેડરમાં સમસ્યા આવે છે અને તે કમજોર થવા લાગે છે. જેના કારણે બ્લેડર ફાટવા જેવી ગંભીર સમસ્યા થઈ શકે છે.
યુરિન લીકેજની સમસ્યા
મોટી ઉંમરના લોકોને પેશાબ રોકવાના કારણે યુરિન લિકેજની સમસ્યાથી પસાર થવું પડી શકે છે. બ્લેડર કમજોર થવાના કારણે યુરિન લીકેજની સમસ્યા વધે છે.
યુરીનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનની સમસ્યા
લાંબા સમય સુધી પેશાબ રોકવાથી યુરીનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન(UTI)ની સમસ્યા પણ થઈ શકે છે. પુરૂષોની તુલનામાં મહિલાઓમાં આ મુશ્કેલી વધારે સામાન્ય છે. આવી સ્થિતિમાં યુરિન પાસ કરવામાં દુખાવો બળતરા અને ખંજવાડ આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.