બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / હાઈ બ્લડ પ્રેશર, પેટમાં ગેસ, તમે તો ડિપ્રેશનથી પીડિત નથી ને? નવા રિસર્ચમાં 3 રોગના ખુલાસા
Last Updated: 08:47 PM, 14 February 2025
શું ડિપ્રેશન માત્ર માનસિક પરેશાની છે કે આ શરીરને પણ નુકસાન પહોંચાડે છે? આ સવાલ ઘણા લોકોના મનમાં આવે છે. તાજેતરની એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ડિપ્રેશન માત્ર માનસિક નહિ, પરંતુ શારીરિક બીમારીઓને પણ વધારી શકે છે. વૈજ્ઞાનિકો અનુસાર, જે લોકોને ડિપ્રેશન હોય છે, તેમાં હાઇ બ્લડ પ્રેશર અને સાંધાના દુખાવા જેવી બીમારીઓ 30% વધી જાય છે.
ADVERTISEMENT
ડિપ્રેશનથી વધે છે શારીરિક બીમારીઓ
ADVERTISEMENT
એક સ્ટડી અનુસાર, જે લોકો ડિપ્રેશનથી પીડાય છે તેમને સંધિવા અને હાઈ બ્લડ પ્રેશર જેવી ક્રોનિક બીમારી 30% વધુ ઝડપથી થઈ શકે છે. આ અભ્યાસ યુકેની એડિનબર્ગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો. તેમને જાણવા મળ્યું કે માનસિક સ્વાસ્થ્ય શારીરિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે. તેથી, ફક્ત ડિપ્રેશનની સારવાર કરવી પૂરતું નથી, પરંતુ શારીરિક સમસ્યાઓ પર પણ ધ્યાન આપવું જરૂરી છે. આ રિસર્ચમાં 7 વર્ષ સુધી 1.7 લાખથી વધુ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. પરિણામો દર્શાવે છે કે ડિપ્રેશનથી પીડાતા લોકોમાં સરેરાશ 3 પ્રકારની શારીરિક બીમારીઓ હોય છે, જ્યારે જે લોકો ડિપ્રેશનમાં નથી, તેમાં આ સંખ્યા 2 છે.
ડિપ્રેશનથી વધે છે નવી બીમારીઓ
રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ડિપ્રેશનથી પીડાતા લોકોમાં દર વર્ષે સરેરાશ 0.2 નવી બીમારીઓ જોડાય છે, જ્યારે કોઈ ડિપ્રેશન વિનાના લોકોમાં આ સંખ્યા 0.16 હોય છે. એટલે ડિપ્રેશનથી પીડાતા લોકોમાં બીમારીઑ ઝડપથી ફેલાય છે. સૌથી વધારે જોવા મળતી બીમારી સંધિવા, હાઈ બ્લડ પ્રેશર અને પેટથી જોડાયેલી સ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ ડીસીઝનો સમાવેશ થાય છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે જો કોઈ વ્યક્તિ પહેલાથી જ ડિપ્રેશનથી પીડાઈ રહી છે, તો ભવિષ્યમાં તેને અન્ય શારીરિક બીમારીઓ થવાની શક્યતા વધુ છે.
આ પણ વાંચો: હાઇવે પર ડ્રાઈવ કરતા પહેલા ફાસ્ટ ટેગનો આ નવો નિયમ જાણી લેજો, નહીં તો બમણા પૈસા ચૂકવવા પડશે
માનસિક અને શારીરિક સ્વાસ્થ્યનું એક સાથે ધ્યાન રાખવું મહત્વપૂર્ણ
સંશોધકોએ જણાવ્યું હતું કે વર્તમાન આરોગ્ય પ્રણાલી સામાન્ય રીતે દરેક રોગની અલગથી સારવાર કરે છે, પરંતુ ડિપ્રેશનથી પીડિત લોકો માટે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય બંનેનું એકસાથે ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે. આ સંશોધનમાં, 18% લોકો પહેલાથી જ ડિપ્રેશનથી પીડાતા હતા. જેમનામાં સતત શરીરમાં દુખાવો, અનિદ્રા, જીવનમાં તણાવપૂર્ણ ઘટનાઓ, એકલતા અને સ્થૂળતા જેવી સમસ્યાઓ વધુ જોવા મળી હતી. સંશોધનમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે જો માનસિક સ્વાસ્થ્યની યોગ્ય રીતે કાળજી લેવામાં આવે તો આ શારીરિક સમસ્યાઓ ઓછી થઈ શકે છે અને લોકોનું સ્વાસ્થ્ય સુધરી શકે છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.