બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ચામાં આ વસ્તુ ભૂલ પણ ન ભેળવતા, છે ધીમા ઝેર જેવી, પાછળની જિંદગીમાં પસ્તાશો
Last Updated: 09:36 AM, 29 November 2024
આપણા દેશમાં લગભગ બધાની જ સવાર ચા સાથે જ થતી હોય છે. ઘણા લોકોની તો સવાર પડે ને ચા પીધા પછી જ આંખ ખુલે છે. પરંતુ કેટલીક વસ્તુઓ નાખીને ચા બનાવવામાં આવે તો તે સ્લો પોઈઝનનું કામ કરે છે અને ઘણી બીમારીઓ થવાની સંભાવના વધી જાય છે.
ADVERTISEMENT
ચા એક એવું પીણું છે કે જેના વિના સવાર નથી પડતી, દિવસની શરૂઆત નથી થતી. સવારે ઉઠતાની સાથે જ એક કપ ચા મળી જાય તો દિવસની શરૂઆત તાજગી સાથે થાય છે. આપણે ત્યાં કોઈ આવે તો પણ સૌથી પહેલા તો ચાનું જ પૂછવામાં આવે છે. દિવસમાં લોકો ઘણીવાર ચા પીતા હોય છે. મિત્રો સાથે ગલ્લે બેસીને ગપ્પાં મારીએ તો પણ પહેલા તો ચા જ યાદ આવે છે. પરંતુ શું તમને ખબર છે કે જો આપણે કેટલીક વસ્તુઓ ચામાં ભેળવીને તેનું સેવન કરીએ તો આ ચા ઝેરી બની શકે છે. આયુર્વેદમાં આ વસ્તુઓને ચાની વિરુદ્ધ માનવામાં આવી છે અને જો તેને ચામાં નાખીને પીવામાં આવે તો તેનાથી એક-બે નહીં પરંતુ 10 ઓટોઇમ્યુન ડિસીઝ થઈ શકે છે.
ADVERTISEMENT
ચામાં ભૂલથી પણ ન નાખો આ ત્રણ વસ્તુઓ
નિષ્ણાતો અનુસાર, જો આપણે ચામાં કેટલીક વસ્તુઓ ન નાખવી જોઈએ, અને જો આમ કરીએ છીએ તો આ ચા ફક્ત દુશ્મનોને જ આપવી જોઈએ. એક ડોક્ટર અનુસાર, દૂધ અને ખાંડ નાખતા જ ચા અનહેલ્ધી થઈ જાય છે, એટલે ક્યારેય દૂધ અને ખાંડવાળી ચા ન પીવી જોઈએ. એટલું જ નહીં, કેટલાક લોકો ચામાં ખાંડને બદલે ગોળનો ઉપયોગ પણ કરે છે, પરંતુ ચામાં ગોળ નાખવાથી ડાયજેશનનું જોખમ વધી જાય છે અને ડાયાબિટીસ પણ વધે છે, તેથી ચામાં આ ત્રણ વસ્તુઓ ક્યારેય નાખીને ન પીવી જોઈએ.
ચા સાથે આ ફૂડ કોમ્બિનેશન છે 'ઝેર'
આયુર્વેદ અનુસાર, ચા સાથે કેટલાક ફૂડ કોમ્બિનેશન પણ ઝેર જેવું કામ કરે છે. ચા સાથે ક્યારેય નમકીન, સમોસા કે ચાટ પકોડી ન ખાવા જોઈએ. આ સિવાય ચા સાથે પરાઠાનું સેવન ન કરવું જોઈએ, ખાસ કરીને પેકેટમાં બંધ નવા લોટમાંથી બનેલી રોટલી ખાવાથી બીમારીઓ આવી શકે છે. મોટાભાગના લોકો દૂધ, કેળા, ગોળ અને ચણાનો શેક બનાવીને પીવે છે, જે પ્રોટીનથી ભરપૂર માનવામાં આવે છે. પરંતુ તે માત્ર પેટમાં જતાની સાથે જ ઓટોઇમ્યુન ડિસીઝનું જોખન વધારી શકે છે.
આ પણ વાંચો: મહિલાઓને 40ની ઉંમર પછી હાર્ટ એટેકનો વધારે ખતરો, આ ચાર કારણો જવાબદાર
ઓટોઇમ્યુન ડિસીઝમાં ટાઇપ 1 ડાયાબિટીસ, રુમેટોઇડ આર્થરાઇટિસ, સોરિયાટિક આર્થરાઇટિસ, મલ્ટિપલ સ્ક્લેરોસિસ, ઇન્ફલેમેટ્રી બોવલ ડિસીઝ, ગ્રેવ્સ ડિસીઝ, માયસ્થેનિયા ગ્રેવિસ, સેલિયાક ડિસીઝ, પર્નીસીયસ એનિમિયા જેવા રોગોનો સમાવેશ થાય છે.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.