કોરોના મહામારી / કેન્દ્રની નવી ગાઇડલાઈન : તહેવારોમાં આ લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ

health ministry issues sops on preventive measures to contain spread of coronavirus during festival

તહેવારો સમયે કોરોના વાયરસના ફેલાવવાને રોકવા માટે સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે એક SOP જાહેર કરી છે. જેમાં કન્ટેનમેન્ટ ઝોનમાં રહેનારા લોકોને તહેવાર સમયે ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે. મંત્રાલયે કહ્યું છે કે કન્ટેનમેન્ટ ઝોનની બહાર ઉત્સવ- તહેવારોના કાર્યક્રમ, સમારોહ આયોજિત કરવાની અનુમતિ અપાશે. કન્ટેનમેન્ટ ઝોનના આયોજકો, કર્મચારીઓ અને મહેમાનોને તેમાં સામેલ થવાની મંજૂરી નથી. આ ઝોનમાં રહેનારા લોકોએ પણ ઘરમાં જ તહેવાર મનાવવાનો રહેશે.

બ્રેકિંગ ન્યૂઝ