બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health minister reviews Covid situation amid sudden spurt in cases worldwide

ઉગતા ડામવો / પાણી પહેલા પાળ બાંધી સરકારે, લોકોને ફરી કોરોનાની નાગચૂડમાંથી બચાવવા કર્યું મોટું એલાન

Hiralal

Last Updated: 03:53 PM, 21 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોનાનું સંભવિત જોખમ જણાતા કેન્દ્ર સરકારે અત્યારથી તેને અટકાવવા માટેની તૈયારીઓ શરુ કરી દીધી છે.

  • દેશમાં કોરોનાનું સંભવિત જોખમ
  • સરકારે અત્યારથી કમર કસી
  • આરોગ્ય મંત્રી માંડવિયાએ યોજી મોટી બેઠક
  • માસ્ક, વેક્સિનેશન ફરજિયાત બનાવાયા 

દેશમાં કોરોનાના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે.  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને કોરોના મહામારી વિશે જાણકારી આપી છે જેમાં તેમણે કહ્યું કે વિશ્વના ઘણા દેશોમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસોને ધ્યાનમાં રાખીને અધિકારીઓ અને વિશેષજ્ઞો સાથે સમીક્ષા બેઠક કરવામાં આવી. 

કોરોના હજુ પૂરો થયો નથી, સાવધાન રહેજો- માંડવિયા 
માંડવિયાએ કહ્યું કે કોરોના હજુ પૂરો થયો નથી. મેં દરેકને એલર્ટ રહેવા અને સતત સર્વેલન્સ વધારવા માટે કામ કરવાની સૂચના આપી છે. અમે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. 

ભીડવાળી જગ્યાએ, ઘરની અંદર કે બહાર માસ્ક પહેરો 
બેઠક બાદ નીતિ આયોગના સભ્ય વીકે પોલે કોરોના વિશે માહિતી આપતા કહ્યું કે માત્ર 27-28 ટકા લોકોએ પ્રીકોશન ડોઝ લીધા છે. અમે અન્ય લોકોને, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને, સાવચેતીના પગલાં લેવા અપીલ કરીએ છીએ. પૉલે કહ્યું કે, જો તમે ભીડવાળી જગ્યાએ, ઘરની અંદર કે બહાર હો, તો માસ્કનો ઉપયોગ કરો. કોમોર્બિડિટીઝ ધરાવતા લોકો માટે અથવા જેઓ વૃદ્ધ છે તેમના માટે આ વધુ મહત્વપૂર્ણ છે.

આજની બેઠકના મહત્વના મુદ્દા 

મોનિટરિંગ વધારવામાં આવશે
ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરો
ટેસ્ટિંગ વધારવામાં આવશે
રસીકરણનો વ્યાપ વધારવામાં આવશે.
નવા વર્ષ અને તહેવાર પર કોઈ પ્રતિબંધ નથી
દર અઠવાડિયે એક બેઠક થશે
ઉડ્ડયન માટે કોઈ પ્રતિબંધ નથી 

સંકળાયેલા મુદ્દાઓ

Corona in India Mansukh Mandaviya corona pandemic in india કોરોના ઈન ઈન્ડીયા કોરોના મહામારી મનસુખ માંડવિયા Corona In India
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ