બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ઉનાળામાં આ ફળોથી બનાવો આ હેલ્ધી ડ્રિંક્સ, શરીરને મળશે ઠંડક

હેલ્થ / ઉનાળામાં આ ફળોથી બનાવો આ હેલ્ધી ડ્રિંક્સ, શરીરને મળશે ઠંડક

Last Updated: 04:26 PM, 16 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ ઋતુમાં હવે તાપમાન 42-43 ડીગ્રીને પાર કરી રહ્યું છે, તેવામાં બોડીને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જરૂરી બની ગયું છે. નહીં તો તમે બીમાર પણ પડી શકો છો. જો તમે નીચે જણાવેલ ફ્રૂટના રસ પીવો છો તો શરીર ડીહાઇડ્રેશનની સમસ્યાથી બચી શકે છે.

ઉનાળા દરમિયાન એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે શરીરને ઠંડક અને ઉર્જા આપે. કારણ કે આ ઋતુમાં ગરમીને કારણે શરીરનું તાપમાન વધી જાય છે અને પાણીની અછતને કારણે નબળાઈ પણ આવી શકે છે. એવામાં એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે શરીરને હાઇડ્રેટ રાખે. આથી કાકડી, મૂળા અને તરબૂચ સહિતમાં ફળોનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે, તેનાથી શરીર હાઇડ્રેટેડ રહે છે.

પરંતુ જો તમે તેને સલાડ કે ચાટ તરીકે ખાવા નથી માંગતા તો તમે તેનું ડ્રિંક બનાવીને પણ પી શકો છો. જે ટેસ્ટી હોવાની સાથે હેલ્ધી પણ હોય છે. આજે અમે તમને કેટલાક ફ્રૂટ ડ્રિંક રેસિપી જણાવીશું જે તમારા શરીરને ઠંડુ રાખશે અને હાઇડ્રેટેડ પણ.

  • બીલી શરબત
    ઉનાળામાં બીલી ફળનો રસ પીવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ ફળમાં વિટામિન એ, સી અને બી જેવા અનેક પોષક તત્વો મળે છે. આ સ્થિતિમાં તે સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક સાબિત થાય છે. તેનો રસ બનાવવા માટે બીલી ફળનો પલ્પ કાઢો અને તેમાંથી બીજ અલગ કરો. ત્યાર બાદ પલ્પને મેશ કરો અને ચાળણીની મદદથી તેને અલગ કરો. પછી એક ગ્લાસ પાણીમાં ખાંડ, કાળા મરીનો પાવડર અને એક ચપટી કાળું મીઠું નાખીને મિક્સ કરો, એક બાઉલમાં પાણી તથા બીલી ફળનો પલ્પ મિક્સ કરો. સ્વાદ મુજબ ખાંડનો ઉપયોગ કરો કારણ કે બીલી ફળ પહેલાથી જ ગળ્યું હોય છે.
fruit juice (3)
  • તરબૂચનો રસ
    તરબૂચમાં પુષ્કળ પ્રમાણમાં પાણી અને અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. આથી ઉનાળામાં તેને ખાવાથી શરીર હાઇડ્રેટેડ રહે છે. તમે તેનો રસ બનાવીને પણ પી શકો છો. તેનો રસ બનાવવા માટે તરબૂચ કાપી લો. પછી બીજ અલગ કરો. તેને બ્લેન્ડરમાં નાખો અને પાતળું થાય ત્યાં સુધી પીસી લો અને તરબૂચનો રસ તૈયાર થઈ જશે. જો તમે ઈચ્છો તો તેનો સ્વાદ વધારવા માટે મીઠું અથવા ફુદીનાના પાન ઉમેરી શકો છો.

વધુ વાંચો : દહીંની સાથે આ વસ્તુઓનું કરો સેવન, શરીરની અનેક સમસ્યાઓ થશે દૂર અને મળશે ગજબના ફાયદા

  • કાચી કેરીનો રસ
    મોટાભાગના લોકો ઉનાળામાં કેરી ખાવાનું પસંદ કરે છે. ભલે તે કાચી હોય કે પાકી. ઉત્તર ભારતમાં કાચી કેરીનો રસ પણ ખૂબ જ ફેમસ છે. તેને બનાવવા માટે એક તપેલીમાં ઉકળતા પાણીમાં કાચી કેરી રાંધો. અંદરથી નરમ થઈ જાય ત્યાર પછી તેને ગાળી લો અને પલ્પમાંથી નરમ પેસ્ટ બનાવો. એક પેનમાં આ પેસ્ટ અને ખાંડ ઉમેરીને, ખાંડ ઓગળે ત્યાં સુધી તેને હલાવો. ત્યાર બાદ ગેસ બંધ કરો અને કેરીની પેસ્ટમાં કાળું મીઠું અને શેકેલું જીરું પાવડર મિક્સ કરો. તેને ઠંડુ થવા માટે બાજુ પર રાખો. બાદમાં તેને ફુદીનાના પાન ઉમેરીને  ગાર્નિશ કરી શકો છો.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Summer Fruit Juice Dehydration
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ