બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આયુર્વેદિક પદ્ધતિથી મેળવો માઈગ્રેનના દુખાવાથી રાહત, બસ અપનાવો આ ઉપાય
Last Updated: 10:36 AM, 25 March 2025
માઈગ્રેન એ એક એવો માથાનો દુખાવો છે જે લાંબા સમય સુધી રહી શકે છે અને અનેક મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. તણાવ, અનિયમિત જીવનશૈલી, ઊંઘની કમી અને ખોટી ખાવાપીવાની આદતોના કારણે આ સમસ્યા વધુ વધી શકે છે. જો તમે દવાઓ વિના આ પીડાથી છુટકારો મેળવવા માંગો છો , તો તમે આયુર્વેદિક ઉપાયો અજમાવી શકો છો. આજે, આપણે માઈગ્રેન માટે અસરકારક અને સરળ ઘરેલું ઉપાયો વિશે જાણશું, જેનાથી તમારે કોઈ દવાની જરૂર નહીં પડે અને તેની કોઈ આડઅસર પણ નહીં થાય.
ADVERTISEMENT
ADVERTISEMENT
આયુર્વેદ મુજબ, ધાણાના બીજમાં બળતરા વિરોધી અને એન્ટીઑક્સિડન્ટ ગુણધર્મો હોય છે, જે માઈગ્રેનના દુખાવાને ઘટાડે છે. આ ચા રક્ત પરિભ્રમણ સુધારે છે અને તણાવ ઘટાડવામાં સહાય કરે છે. આના લાભની વાત કરવામાં આવે તો , માઈગ્રેનથી રાહત આપે. તામારી તણાવ અને ચિંતા ઘટાડે અને ઊંઘની ગુણવત્તા સુધારે.
તજ અને મધ બંને પીડા નિવારક ગણાય છે. તજમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે, જ્યારે મધ કુદરતી પીડાનાશક છે. આના લાભ અનેક છે જેમ કે માથાના રક્ત પરિભ્રમણમાં સુધારો કરે. તણાવ ઘટાડે અને ખાસ તો તામારી બિમારીથી તમને તાત્કાલિક રાહત આપે છે.
આ બે ઉપાયો અજમાવવાથી તમને માઈગ્રેનના દુખાવાથી છુટકારો મળી શકે છે અને દવાઓ પરની નિર્ભરતા ઓછી થઈ શકે છે.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.