મોંઘવારીમાં આજની વાત વીમો છે. ફક્ત સાબુ, પેટ્રોલ-ડીઝલ, લોટ-તેલ, દૂધ-માખણ, મોબાઈલ ટેરીફ વગેરેની મોંઘવારીથી તમે કંટાળી ગયા હોય તો હવે વારો વીમાનો છે. કારણકે વીમાની કિંમતો પણ પૉલિસીધારકોને પરસેવો છોડાવી રહી છે.
પેટ્રોલ-ડીઝલ, લોટ-તેલ બાદ હવે જીવન વીમો થયો મોંઘો
જીવન વીમો છેલ્લાં બે વર્ષમાં 30 ટકા મોંઘો થયો
રિઈન્શ્યોરન્સના દર 40 ટકા સુધી વધી ગયા
જીવન વીમો છેલ્લાં બે વર્ષમાં 30 ટકા મોંઘો થયો
વીમા એજન્ટ પૉલિસી રિન્યુ માટે ગયા વર્ષથી વધુ પૈસા માંગી રહ્યાં છે. એટલેકે ફક્ત જીવન જીવવાનો ખર્ચ નહીં પરંતુ જોખમની સુરક્ષા પણ મોંઘી થઇ ગઇ છે. ભારતીય જીવન વીમા નિગમના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે જીવન વીમો છેલ્લાં બે વર્ષમાં 30 ટકા મોંઘો થયો. હેલ્થ ઈન્શ્યોરન્સ, કાર વીમાના પ્રીમિયમ પણ સરેરાશ 10 થી 15 ટકા વધી ગયા. ખરેખર, કોવિડે વીમાના માર્કેટમાં બધા સમીકરણ બદલી નાખ્યાં છે. તો અન્ય સ્વાસ્થ્ય વીમાને જ જોઈ લો. જનરલ ઈન્શ્યોરન્સ કાઉન્સિલની રિપોર્ટ જણાવે છે કે નાણાંકીય વર્ષ 2020-21માં વીમા કંપનીઓએ સ્વાસ્થ્ય દાવા માટે કુલ 7900 કરોડ રૂપિયાની ચૂકવણી કરી. કોરોના આવ્યો તો ચૂકવણી ઝડપથી વધી. વર્ષ 2021-22માં ચૂકવણીની આ રકમ વધીને 25,000 કરોડ રૂપિયા પર પહોંચી ગઇ. એટલેકે 300 ટકાથી વધુ.
રિઈન્શ્યોરન્સના દર 40 ટકા સુધી વધ્યા
વીમા દાવામાં ભારે વધારો થયો તો રિઈન્શ્યોરન્સના દર 40 ટકા સુધી વધી ગયા છે. રિઈન્શ્યોરન્સ એટલે જ્યારે કોઈ વીમા કંપની પોતાના માટે કોઈ બીજી કંપની પાસેથી વીમો ખરીદે છે તો તેને રિઈન્શ્યોરન્સ કહે છે. જેમકે બેંકોની રિઝર્વ બેંક... આવી વીમા કંપનીઓના વીમા કરનારી કંપની રિઈન્શ્યોરન્સ કંપની. હવે જ્યારે વીમા કંપનીઓ માટે પ્રીમિયમ વધ્યું તો તે ગ્રાહકો સુધી પહોંચાડશે. જો કે, જનરલ ઈન્શ્યોરન્સ કંપનીઓની સર્વોચ્ચ સંસ્થા જનરલ ઈન્શ્યોરન્સ કાઉન્સિલના મહાસચિવ એમએન શર્મા કહે છે કે કોરોનાકાળમાં દાવાની ચૂકવણીને લઇને હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીઓ દબાણમાં છે.