બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Fashion & Beauty / ફેશન અને સૌંદર્ય / ક્યારેય જાણ્યાં છે કાળી હળદરના ફાયદા? જાણશો તો પીળી હળદરને ખાવાનું ભૂલી જશો

હેલ્થ / ક્યારેય જાણ્યાં છે કાળી હળદરના ફાયદા? જાણશો તો પીળી હળદરને ખાવાનું ભૂલી જશો

Last Updated: 07:59 AM, 22 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટાભાગના લોકોએ પોતાના જીવનમાં હળદરનો પીળો રંગ જોયો જ હશે. ઘણી વખત લોકો રંગો વિશે માહિતી આપવા માટે હળદરના રંગ જેવા શબ્દોનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં જો અમે તમને કહીએ કે હળદરનો રંગ માત્ર ઘેરો પીળો જ નહીં પણ કાળો પણ હોય છે.

પીળી હળદરનો ઉપયોગ આપણે ખાવાનું બનાવવામાં કરીએ છીએ. સ્વાભાવિક છે કે, પીળી હળદર અને તેના ગુણો વિશે આપણે બધા જાણીએ છીએ પરંતુ કાળી હળદર વિશે આપણે કઈ નથી જાણતા. જો તમે કાળી હળદર વિશે જાણશો તો તેનો ઉપયોગ કર્યા વગર તમે નહીં રહી શકો. કાળી હળદરમાં કરક્યુમિન અને અન્ય કમ્પાઉન્ડ્સ હોય છે. તે અસ્થમા, બ્રોનકાઈટિસ અને ન્યુમોનિયાના દર્દી માટે ફાયદાકારક છે. શારીરિક દુખાવો અને દાંતના દુખાવાની સાથે સાથે ઘણી બીમારીઓમાં તે અસરકારક સાબિત થાય છે.

દરેક વ્યક્તિને કાળી હળદરના ફાયદા વિશે ખબર નહીં હોય. શાકભાજીમાં પીળી હળદરનો ઉપયોગ થાય છે. તેના ઔષધીય ગુણોને કારણે તેનો ઉપયોગ દવાઓમાં થાય છે. તેનું વૈજ્ઞાનિક નામ કરકુમા કેસિયા છે. તેનો ઉપયોગ ટ્રેડિશનલ રીતે થયો હતો પણ હવે તેમાં રિસર્ચ કરવામાં આવ્યું છે.

નસો સાથે સંબંધિત સમસ્યા દૂર કરવા માટે તે ઉપયોગી હોય છે. મેમરી બૂસ્ટર તરીકે પ્રયોગ કરવામાં આવે છે. જો તમને અલ્ઝાઈમર છે તો તેના માટે ફાયદાકારક હોય છે. તેમાં કરક્યુમેનોઈટ્સ હોય છે. તેમાં એન્ટી એજિંગ, એન્ટિઓક્સિડન્ટ હોય છે. જેનાથી સ્કિન પર જલ્દી કરચલીઓ નથી થતી. જે લોકોની સ્કિનમાં ફોલ્લી થતી હોય છે તેને પણ તે દૂર કરે છે. કાળી હળદરથી ડાયજેસ્ટિવ સિસ્ટમ સારી રહે છે તેમજ જે લોકોને પેટની સમસ્યા હોય છે તેમના માટે કાળી હળદર સારી છે.

વધુ વાંચોઃ- શું તમારા બાળકને પણ છે મોબાઈલનું વળગણ? તો અપનાવો આ ટિપ્સ, છૂટી જશે લત

કાળી હળદરને મધમાં મિક્સ કરીને ફેસ પેક બનાવો

તે એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ ગુણ હોય છે, મધની સાથે ચહેરાની ઘણી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે એક ચમચી કાળી હળદરમાં એક ચમચી હળદર મિક્સ કરીને સ્મૂધ પેસ્ટ બનાવો અને પછી તેને ચહેરા પર લગાવો. 20 મિનિટ પછી તેને હૂંફાળા પાણીથી ધોઈ લો. તેનાથી તમારા ચહેરા પર ગ્લો આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

black turmeric skin care health benefits
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ