બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / વાળ ખરવાની સમસ્યા કે ડ્રાય સ્કિનને હલકામાં ન લેતા, આ 5 સંકેત ખામીના લક્ષણ, થઈ જજો એલર્ટ
Last Updated: 04:54 PM, 14 November 2024
શરીરમાં જરૂરી પોષક તત્ત્વોની ખામીને કારણે પણ અનેક સમસ્યાઓનો ભોગ બનવું પડતું હોય છે. ત્યારે આવા કોઈ સંકેતોને નજર અંદાજ કરવા જોઈએ નહીં.
ADVERTISEMENT
ડાયેટનું ધ્યાન રાખવું જરૂરી
સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે સૌથી અગત્યનું છે કે ડાયેટ પર ધ્યાન રાખવું. શરીને જરૂરી અને યોગ્ય પોષકતત્ત્વો યુક્ત સંતુલિત આહાર મળે તે ખૂબ અગત્યનું છે. હેલ્થ એક્સપર્ટ પણ એમ કહે છે કે તમારે હંમેશા હેલ્ધી ખોરાક લેવો જોઈએ જેનાથી તમારા શરીરને જરૂરી એવા પોષકતત્ત્વો મળી રહે.
ADVERTISEMENT
પોષણની ખામી સંકેતો નોતરે છે
એ તો આપણે બધા જાણીએ જ છીએ કે જો શરીરમાં કોઈપણ જરૂરી તત્ત્વોની ખામી જણાય તો શરીર તરત જ સંકેતો મોકલે છે. તો આવો જાણીએ એવા અમુક સંકેતો વિશે.
નખનું તૂટવું
જો શરીરમાં આયર્ન કે બાયોટિનની ખામી હોય તો તે નખને કમજોર બનાવે છે અને તે નખ જલ્દીથી બટકી જાય છે.
વધુ વાંચો: ફેટી લીવરથી છો પરેશાન? તો આજથી જ આ જડીબુટ્ટીઓ ખાવાનું શરૂ કરી દો, મળશે આરામ
થાક લાગવો
શરીરમાં આયર્ન, વિટામિન B12 અને લોહીમાં હિમોગ્લોબિનની ઉણપ હોય તો તમને વારંવાર થાક લાગે છે અને આખો દિવસ શરીરમાં સુસ્તી રહ્યા કરે છે
શુષ્ક ત્વચા
જો તમારી ત્વચા આચનકથી જ શુષ્ક થઈ જાય અને ફાટવા લાગે તો તે શરીરમાં ડિહાઈડ્રેશન, જરૂરી ફેટ અને વિટામિન A તથા Eની ઉણપ સૂચવે છે.
વાળનું ખરવું
જો તમને હેયરફોલની સમસ્યા વધારે પડતી જ છે તો તેને નજર અંદાજ બિલકુલ પણ કરશો નહીં, વાળનું ખરવું એ શરીરમાં રહેલી પ્રોટીન, આયર્ન, વિટામિનB અને Dની ઉણપ સૂચવે છે.
તમને તમારા શરીરમાં કોઈપણ ખામી લાગે તો ડોક્ટરની સલાહ વગર કોઈપણ દવાઓના સેવનને ટાળવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.