બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health insurance will be free on the go! Know the new health policy in the market

તક / જો ચાલવાની તમને આદત છે તો લઈ લેજો આ હેલ્થ ઈન્સ્યોરન્સ, પ્રીમિયમ જ નહીં ભરવું પડે

Kinjari

Last Updated: 12:48 PM, 1 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે રેગ્યુલર એક્સરસાઇઝ કરો છો અને ફીટનેસનું ધ્યાન રાખો છો તો તમારુ હેલ્થ ઇન્સ્યોરન્સ ફ્રી થઇ શકે છે.

  • ફ્રીમાં મળશે હેલ્થ ઇન્સ્યોરન્સ 
  • રોજ ચાલવાની ટેવ અપાવી શકે ફ્રી વિમો
  • હેલ્ધી રહેવું તે જ સાચુ સુખ 

આજકાલ વિમા કંપનીઓ કન્ઝ્યુમરની હેલ્થના હિસાબથી પ્રિમીયમ નક્કી કરે છે. જેટલો સ્વસ્થ કન્ઝ્યુમર એટલું જ ઓછુ પ્રિમીયમ. કેટલીક કંપનીઓ તો તેનાથી પણ આગળ વધી છે અને વિમાનું પ્રિમીયમ ફ્રી કરી દીધુ છે, તેના માટે નક્કી કરેલા ફીટનેસના માપદંડોને પાસ કરવા પડશે. 

80-100 % પ્રિમીયમ પર છૂટ 
પોતાના કસ્ટમર્સને એક સ્વસ્થ લાઇફસ્ટાઇલ  તરફ પ્રોત્સાહિત કરવા માટે પ્રાઇવેટ વિમા કંપનીઓ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રિમીયમના રિન્યુઅલ પર 80-100 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપી રહી છે. સાથે જ બીજા રિવોર્ડ્સ અને બેનેફીટ્સ પણ આપે છે. 

Aditya Birla Health Insuranceની સ્કીમ 
Aditya Birla Health Insurance ગ્રાહકો માટે 100 ટકા પ્રિમીયમ ફ્રીનું ઑફર લઇને આવ્યું છે. જેના માટે વિમા કંપનીએ એક્ટિવ ડેઝ નામની એક યોજના બનાવી છે. જે અંતર્ગત દિવસમાં તમારે 10,000 ડગલા ચાલવુ પડશે અથવા તો એક્સરસાઇઝનો ટાર્ગેટ પૂરો કરવો પડશે. 

Future Generaliની સ્કીમ 
બીજી એક હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની Future Generaliએ પણ એક પોલીસી લોન્ચ કરી હતી જેમાં તેમના કસ્ટમરને પોલીસી રિન્યુઅલ પર સીધુ 80 ટકા ડિસ્કાઉન્ટ મળે છે. વિમા ધારકે આગળના વર્ષે કોઇ ક્લેમ ન લીધો હોય તો તેને આ લાભ મળવાપાત્ર છે. 

કેવી રીતે મળશે 100 ટકા ડિસ્કાઉન્ટ 
Aditya Birla Health Insurance કંપનીના સીઇઓ મયંક ભટવાલ કહે છે કે કંપની હંમેશા પોતાના વિમાધારકોને એક્ટિવ અને સ્વસ્થ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે. અમારી આ પોલીસી ઇન્ડસ્ટ્રીમાં નવું ઇનીશીયેટીવ છે. જે ઇન્સેન્ટીવ બેઝ્ડ હેલ્થ અને વેલનેસ પ્રોગ્રામ હેઠળ 100 ટકા સુધી હેલ્થ રિટર્ન આપે છે. 

એક્ટિવ ડેઝનો મતલબ રોજ 10000 સ્ટેપ અથવા રોજ 300 કેલેરી ઓછી કરવી અથવા તો 30 મિનીટનું રોજ જીમ સેશન કે દર 6 મહિને ફિટનેસ એસેસમેન્ટ ટેસ્ટ આપવો પડશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Aditya Birla Health Insurance Insurance Insurance Policy હેલ્થ ઇન્સ્યોરન્સ Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ