બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / એક દિવસમાં કેટલી ચમચી ખાંડ ખાવી હિતાવહ? મોટા નુકસાનથી બચાવી લેશે WHOની નાની સલાહ
Last Updated: 10:52 PM, 14 October 2024
ખાંડ એક કોઈ પણ મીઠાઇમાં ખૂબ મહત્વની હોય છે. પરંતુ જો ખાંડને વધારે પ્રમાણ ખાવામાં આવે તો તેના કારણે સ્વાસ્થ્યને ભારે નુકસાન થઈ શકે છે. ઘણા લોકોને નથી ખબર હોતી કે એક દિવસમાં કેટલી ખાંડ સ્વાસ્થ્ય માટે સારી છે અને એક દિવસમાં કેટલી ખાંડ ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. જો તમે પણ આ લોકોમાં આવો છો તો આ આર્ટિકલ તમારા કામનો છે, અહી WHO Sugar Guidelines અનુસાર જાણીશું કે એક દિવસમાં કેટલી ખાંડનું સેવન કરી શકાય છે.
ADVERTISEMENT
એક દિવસમાં કેટલી ખાંડ ખાવી સુરક્ષિત?
ADVERTISEMENT
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, વ્યક્તિને તેની દૈનિક કેલરીના 10% થી વધુ ખાંડનું સેવન ન કરવું જોઈએ. સારા સ્વાસ્થ્ય માટે એવી સલાહ આપવામાં આવે છે કે ખાંડનું સેવન વધુ ઘટાડીને 5% સુધી મર્યાદિત કરવું. જો તમે દરરોજ 2000 કેલરીનો વપરાશ કરો છો તો તમારે 200 કેલરીથી વધુ ખાંડ ન લેવી જોઈએ. કારણ કે 1 ગ્રામ ખાંડમાં લગભગ 4 કેલરી હોય છે. એટલા માટે હેલ્ધી અને એક્ટિવ લાઇફસ્ટાઇલને ફોલો કરતો વ્યક્તિ દરરોજ લગભગ 10 ચમચી ખાંડ લઈ શકે છે, પરંતુ જે લોકો ડેસ્ક જોબ કરે છે અથવા ઓછી મહેનતનું કામ કરે છે, તેમના માટે તેની માત્રા 6 ચમચીથી વધુ ખાંડ ન લેવી જોઈએ. ધ્યાન રાખવું કે જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારે ખાંડનું સેવન સંપૂર્ણપણે બંધ કરી દેવું જોઈએ.
શું છે ખાંડની યોગ્ય માત્ર?
અમેરિકન હાર્ટ એસોસિએશન (AHA) અનુસાર, એક તંદુરસ્ત વ્યક્તિએ દરરોજ 36 ગ્રામથી વધુ ખાંડનું સેવન ન કરવું જોઈએ, એટલે કે પુરુષોએ 9 ચમચીથી વધુ અને મહિલાઓએ 6 ચમચીથી વધુ ખાવું જોઈએ નહીં. ધ્યાન રાખો કે અહીં ખાંડ વિશે વાત કરવામાં કહી રહી છે, જે ખાદ્ય પદાર્થોમાં ઉમેરવામાં આવે છે, જેમ કે ઠંડા પીણા , બિસ્કિટ અને કેક. ફળો અને દૂધમાં જોવા મળતી કુદરતી શર્કરા આનાથી અલગ છે. આ ભેળસેળયુક્ત ખાંડ શરીરને નુકસાન પહોંચાડે છે અને જાડાઈ, ડાયાબિટીસ જેવા અનેક રોગોનું કારણ બને છે. એટલા માટે હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે, ખોરાકમાં ભેળસેળ યુક્ત ખાંડનું પ્રમાણ ઓછું કરવું જોઈએ.
વધારે ખાંડથી શું થાય છે નુકસાન?
એક્સપર્ટ્સનું માનવું છે કે, ખાંડમાં હાઇ કેલેરી હોય છે પરંતુ આમા કોઈ પોષક તત્વો નથી હોતા. એવામાં ખાંડનું વધારે સેવન કરવાથી વજન વધવાનું સૌથી મોટું કારણ છે, કારણ કે એકસ્ટ્રા કેલેરી શરીરમાં ફેટના રૂપે જામી જાય છે.
વધુ વાંચો: ફિગર એન્ડ બોલ્ડનેસમાં ભલભલી હિરોઇનોને માત આપી દેશે આ પંજાબી એક્ટ્રેસ, જુઓ હોટ તસવીરો
આ સિવાય ખાંડ બ્લડ સુગર લેવલ વધારે છે જેથી ઇન્સુલીન રેજીસ્ટન્સ અને ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ વધી જાય છે. લાંબા સમય સુધી વધારે ખાંડનું સેવન કરવાથી હાર્ટ ડીસીઝનું જોખમ પણ વધી જાય છે. આમ જોવા જઈએ તો વધારે ખાંડનું સેવન જાડાઈ, ડાયાબિટીસ અને હ્રદય સંબંધિત ગંભીર બિમારીઓનું કારણ બની શકે છે.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
વર્લ્ડ ડાયાબિટીસ ડે / ડાયાબિટીસના દર્દી બની ગયા છો ખબર કેવી રીતે પડે?, સવાર અને રાતના આ લક્ષણો ન અવગણો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.