બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ઉનાળામાં બપોરે ખાઓ આ 3 પ્રકારના ફૂડ્સ, આખો દિવસ રહેશો ફ્રેશ
Last Updated: 04:49 PM, 21 March 2025
ઉનાળાની ઋતુમાં બપોરે કેટલાક ખાસ ફૂડ ખાવાથી તમે દિવસભર તાજગી અનુભવી શકો છો. ક્યારેક ભારે ખોરાક ખાવાથી પેટને કોઈ ફાયદો નથી થતો . સાથે પાચનક્રિયા પણ બગડે છે. આ સ્થિતિમાં ઉનાળાની ઋતુમાં હળવું ખાવાની આદત વિકસાવવી જોઈએ. જેથી તમારા સ્વાસ્થ્ય પર કોઈ અસર ન પડે અને તમે દિવસભર તાજગી અનુભવો. કેમ કે, ઉનાળામાં વધુ પડતો ભારે ખોરાક ખાવાથી પણ સ્વાસ્થ્યને નુકસાન થાય છે.
ADVERTISEMENT
સલાડ એક હળવો અને પૌષ્ટિક ખોરાક માનવામાં આવે છે જે ઉનાળામાં બપોરે ખાવા માટે યોગ્ય છે. સલાડમાં તાજા શાકભાજી, ફળો અને બદામનો સમાવેશ કરી શકાય છે. જે તમને દિવસભર તાજગી રાખવામાં મદદ કરશે. તમે સલાડમાં કાકડીનો પણ સમાવેશ કરી શકો છો. જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ માનવામાં આવે છે
ADVERTISEMENT
ઉનાળામાં દહીં અને ભાતનું મિશ્રણ અદ્ભુત હોય છે. દહીં અને ભાત એક પરંપરાગત ભારતીય ખાદ્ય પદાર્થ છે જે ઉનાળામાં બપોરે ખાવા માટે યોગ્ય મનવામાં છે. દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે જે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, જ્યારે ચોખામાં કાર્બોહાઇડ્રેટ્સ હોય છે જે ઉર્જા આપે છે. દહીં અને ભાત પેટ માટે ખૂબ જ સારો ખોરાક મનાય છે.
ફળો અને બદામ હળવા અને પૌષ્ટિક ખોરાક છે જે ઉનાળાના બપોરના નાસ્તા માટે યોગ્ય ગણાય છે. ફળોમાં વિટામિન અને ખનિજો હોય છે જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, જ્યારે બદામમાં પ્રોટીન અને હેલ્ચથી ફેટ હોય છે જે એનર્જી પૂરી પાડે છે.
બપોરે તમે જેટલો હળવો ખોરાક ખાશો ઉનાળામાં તમારું સ્વાસ્થ્ય એટલું જ સારું રહેશે. ઉનાળામાં ફળો તાજગી આપવાનું કામ કરે છે અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું હોય છે. ઉનાળામાં તરબૂચ, નારંગી, કેરી, દ્રાક્ષ જેવા ફળોનું સેવન કરીને તમે દિવસભર ખુદને તાજગી આપી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.