બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / સવારે ખાલી પેટ ખાઓ પલાળેલા કિસમિસ, કબજિયાત-અપચાની સમસ્યા માટે કારગર ઉપાય

સ્વાસ્થ્ય / સવારે ખાલી પેટ ખાઓ પલાળેલા કિસમિસ, કબજિયાત-અપચાની સમસ્યા માટે કારગર ઉપાય

Last Updated: 12:37 AM, 15 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે જાણો છો કે, આયર્ન, કેલ્શિયમ અને એન્ટીઑકિસડન્ટથી ભરપુર કિસમિસનું સેવન હેલ્થ માટે કેટલું ગુણકારી છે? તેનાથી પાચન તંત્ર પણ સ્વસ્થ્ય રહે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.

આયુર્વેદમાં કિસમિસને દ્રાક્ષા કહેવામાં આવે છે. તે સ્વાદમાં ગળી હોય છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પલાળેલી કિસમિસ ખાવી એ અમૃત સમાન છે. તે માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતી પરંતુ તેના અદ્ભુત સ્વાસ્થ્ય લાભો પણ હોય છે. જો તમે ઇચ્છો છો કે તમારું પાચનતંત્ર મજબૂત રહે, તમારી ત્વચા ચમકતી રહે અને તમારું શરીર ઉર્જાવાન રહે તો કિસમિસને પાણીમાં પલાળીને ખાવી એ એક બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે.

કિસમિસમાં આયર્ન, કેલ્શિયમ અને એન્ટીઑકિસડન્ટનું પ્રમાણ ખુબ હોય છે. જે શરીરના વિવિધ ભાગોના સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે.  જો તમે પાચન સમસ્યાઓથી પીડાતા હોવ અથવા લોહી શુદ્ધિકરણ સુધારવા માંગતા હો, તો પલાળેલા કિસમિસનું સેવન ખૂબ ફાયદાકારક બની શકે છે.

  • પાચન તંત્ર
    કબજિયાત અને અપચો જેવી સમસ્યાઓમાં રાહત મેળવવા માટે પલાળેલા કિસમિસનો ઉપયોગ કુદરતી ઉપાય તરીકે થાય છે. તે આંતરડા સાફ કરવામાં, પેટને હળવું બનાવવામાં અને પાચનતંત્રને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે.
Raisins (2)
  • એનિમિયાની સારવાર
    કિસમિસમાં આયર્નની માત્રા વધુ હોય છે, જે લોહીમાં હિમોગ્લોબિનનું લેવલ વધારવામાં મદદ કરે છે. એનિમિયાની સારવાર માટે આ એક સરળ અને અસરકારક ઉપાય છે. તેના નિયમિત સેવનથી ત્વચા સુધરે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે, જેનાથી શરદી, ખાંસી અને ઇન્ફેક્શનથી બચાવ થાય છે.
  • નબળાઈ થાય છે દૂર
    પલાળેલા કિસમિસ બ્લડ પ્રેશરને બેલેન્સ કરવામાં પણ મદદરૂપ થાય છે અને તે હૃદયના સ્વાસ્થ્યને પણ સુધારે છે. પલાળેલા કિસમિસ ખાવાથી શરીરને તાત્કાલિક ઉર્જા મળે છે, જે થાક અને નબળાઈ સામે લડવામાં મદદ કરે છે. તે શરીરમાં બેલેન્સ જાળવી રાખે છે અને વજન કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. આ સિવાય કિસમિસનું સેવન લીવર ડિટોક્સમાં પણ મદદ કરે છે, જેના કારણે શરીરમાંથી ઝેરી તત્વો દૂર થાય છે અને પિત્ત દોષ બેલેન્સ રહે છે.

વધુ વાંચો : જીમમાં કલાકો સુધી પરસેવો પાડ્યા વગર S4 ફોર્મ્યુલાથી ઘટાડો વધેલું વજન

  • કિસમિસનું સેવન કેવી રીતે કરવું
    કિસમિસ ખાવાની રીત પણ ખૂબ જ સરળ છે. 8-10 કિસમિસ રાતભર એક ગ્લાસ પાણીમાં પલાળી રાખો અને સવારે ખાલી પેટ ખાઓ. બાકીનું પાણી પણ પી લો. જો તમે તેને વધુ અસરકારક બનાવવા માંગતા હોવ તો તમે તેમાં લીંબુનો રસ અથવા મધ ઉમેરી શકો છો. પલાળેલી કિસમિસ માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતી પણ શરીરને આંતરિક રીતે સ્વસ્થ રાખવા માટે પણ એક બેસ્ટ વિકલ્પ છે. તેનું નિયમિત સેવન કરવાથી તમે ફક્ત તમારા પાચન અને બ્લડ પ્રેશરને કંટ્રોલ નથી કરી શકતા પરંતુ શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવી શકો છો.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dry Fruits Raisins Empty Stomach
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ