બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / સવારમાં પીવો આ ડ્રિંક્સ, 30 દિવસમાં દેખાશે અસર, સ્વાસ્થ્ય માટે થશે અનેક ફાયદા
Last Updated: 05:04 PM, 21 March 2025
રસોડામાં ઘણા એવા મસાલા હોય છે જે ભોજનનો સ્વાદ વધારે છે સાથે તે આપણા સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો પણ પહોચાડે છે. જીરું પણ તે મસાલાઓમાંનું એક છે. જ્યારે ખોરાકમાં જીરું ઉમેરવામાં આવે ત્યારે તેનો સ્વાદ બમણો થઈ જાય છે. તેનાથી થતા સ્વાસ્થ્ય લાભો વિશે કદાચ તમને ખબર નહીં હોય તે પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે અને વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.
ADVERTISEMENT
તેનો ફાયદો ત્યારે બમણો થઈ જાય છે જ્યારે જીરા પાણીમાં લીંબુ અને ચપટી મીઠું ભેળવીને પીવામાં આવે. આ પાણી શરીરને ડિટોક્સિફાઇ કરવામાં, પાચનમાં સુધારો કરવામાં અને વજન ઘટાડવામાં મદદ કરે છે. આજે અમે તમને તેના અનેક ફાયદાઓ વિશે જણાવશું.
ADVERTISEMENT
લીંબુમાં વિટામિન સી સારી માત્રામાં હોય છે. તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે. તેને જીરાના પાણીમાં ભેળવીને પીવામાં આવે છે ત્યારે તે શરીરને શરદી અને ખાંસી જેવા રોગોથી બચાવવામાં મદદ કરે છે. જો તેમાં એક ચપટી મીઠું ઉમેરવામાં આવે તો તેના ફાયદા બમણા થઈ જાય છે. આ મિશ્રણ શરીર માટે કુદરતી સુરક્ષા કવચ તરીકે કામ કરે છે. જો તમે આ ડ્રિંક દરરોજ પીવો છો તો તમારી એનર્જી હંમેશા અકબંધ રહે છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.