બ્રેકિંગ ન્યુઝ
Vikram Mehta
Last Updated: 03:15 PM, 3 July 2023
ADVERTISEMENT
અયોગ્ય લાઈફસ્ટાઈલને કારણે અનેક લોકો મેદસ્વીતાનો શિકાર બને છે અને ફેટ ઓછી કરવા માટે અલગ અલગ નુસ્ખા અપનાવે છે. અનેક લોકો ફેટ બર્ન કરવા માટે ગરમ પાણી પણ પીવે છે. ગરમ પાણી પીવાથી શું ખરેખર ફેટ ઓછી થાય છે. ગરમ પાણીનું સેવન કરતા પહેલા કેટલીક બાબતો સમજવી ખૂબ જ જરૂરી છે. અહીંયા ગરમ પાણી પીવાની યોગ્ય રીત અને તેના ફાયદા વિશે જણાવવામાં આવ્યું છે.
ગરમ પાણી પીવાના ફાયદા
ફેટ બર્ન કરવા માટે ગરમ પાણીનું સેવન
વજન ઓછું કરવા માટે ગરમ પાણીનું સેવન કરવાથી અસર ઓછી થાય છે. તમે ગરમ પાણીમાં મધ મિશ્ર કરીને પણ તેનું સેવન કરી શકો છો. જેથી શરીરની ચરબી ઝડપથી ઓછી થાય છે.
ADVERTISEMENT
વજન ઓછું કરવામાં લાભદાયી
મધ અને ગરમ પાણીમાં રહેલ વિટામીન સી, વિટામીન બી6, એમિનો એસિડ, કાર્બોહાઈડ્રેટ, રાઈબોફ્લેવિન અને નિયાસિન જેવા તત્ત્વો રહેલા હોય છે, જે શુગર લેવલ કંટ્રોલ કરવામાં સહાયક છે. જેથી વજન ઝડપથી ઓછું થવા લાગે છે.
ડિટોક્સિંગમાં અસરદાર
મધ અને ગરમ પાણીનું મિક્સચર બોડીનું બેસ્ટ ડિટોક્સિંગ એજન્ટ સાબિત થાય છે. નિયમિતરૂપે મધયુક્ત ગરમ પાણીનું સેવન કરવાથી શરીમાંથી વિષાક્ત પદાર્થો બહાર નીકળી જાય છે અને શરીરમાં એક્સ્ટ્રા ફેટ જમા થતી નથી.
ADVERTISEMENT
મેટાબોલિઝ્મ મજબૂત રહેશે
ગરમ પાણી સાથે મધનું સેવન કરવાથી શરીરનું મેટાબોલિઝ્મ મજબૂત થાય છે, જેથી ભોજન સરળતાથી પચી જાય છે અને પેટની સમસ્યા દૂર થાય છે. ભોજન કર્યા પછી ગરમ પાણીનું સેવન કરવાથી ફેટ માલિક્યૂલ્સ બ્રેક થાય છે, જેથી વજન ઓછું થવા લાગે છે.
વાયરલ ઈન્ફેક્શન થતું નથી
ગરમ પાણી અને મધનું સેવન કરવાથી વાયરલ ઈન્ફેક્શન થવાનો ભય રહેતો નથી. એન્ટીબેક્ટેરિયલ તત્ત્વની મદદથી સર્દી, ખાંસી અને તાવ જેવી સમસ્યાથી રાહત મળે છે.
ADVERTISEMENT
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.