બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / રાત્રે દૂધ પીને ઊંઘી જવાની આદત સૌથી ડેન્જર, નુકસાન કબજિયાત સહિત ગઢલાબંધ
Last Updated: 10:59 PM, 16 January 2025
જ્યારે તમે યોગ્ય માત્રામાં, યોગ્ય રીતે અને યોગ્ય સમયે દૂધનું સેવન કરે છે, ત્યારે દૂધ પીવાની આદત તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. શું તમને ખબર છે કે રાત્રે દૂધ પીને સુવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે?
ADVERTISEMENT
જે લોકો રોજ રાત્રે દૂધ પીને સુવે છે, તેમનું વજન વધી શકે છે. જો તમે વજન ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો રાત્રે સૂતા પહેલા દૂધ પીવાની આદત વહેલી તકે સુધારી લો. સાથે જ રાત્રે દૂધ પીવું ડેન્ટલ હેલ્થ માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
જો તમને વારંવાર કફની સમસ્યા રહેતી હોય, તો રાત્રે દૂધ પીવાનું ટાળો. સૂતા પહેલા દૂધ પીવાની આદતને કારણે લાળની સમસ્યા વધી શકે છે. આ સિવાય રાત્રે દૂધ પીવાથી તમારી ઇન્સ્યુલિન રિલીઝ પર પ્રભાવ પડી શકે છે.
રાત્રે દૂધ પીવાથી તમારા આંતરડાના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. જો તમને પેટની સંબંધિત સમસ્યાથી બચવા ઈચ્છો છો, તો તમારે રાત્રે સૂતા પહેલા દૂધ પીવાનું ટાળવું જોઈએ.
વધુ વાંચો: કપડાં રોજ ધોવાના પણ ન્હાવાનો રૂમાલ કેમ નહીં? આટલા દિવસે ધોઈ કાઢવો હિતાવહ
જે લોકોને ડેરી એલર્જી કે પછી લેકટોઝ ઇન્ટોલરેટની સમસ્યા છે, તેમણે પણ રાત્રે સૂતા પહેલા દૂધ ન પીવું જોઈએ. જો તમે આ રીતે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી બચવા ઈચ્છો છો, તો રાતમાં દૂધ પીવાની આદતને સુધારી લેવી.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.