બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / સવારના ઉઠતાની સાથે જ આવી ભૂલ ન કરતા, નહીંતર હાર્ટ એટેક આવતા વાર નહીં લાગે

હેલ્થ / સવારના ઉઠતાની સાથે જ આવી ભૂલ ન કરતા, નહીંતર હાર્ટ એટેક આવતા વાર નહીં લાગે

Last Updated: 04:22 PM, 18 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્ટ અટેક..નામ પડતાં જ હ્રદયના ધબકારા વધી જાય..આપણી લાઇફસ્ટાઇલ જ હાર્ટ સંબંધિત સમસ્યાઓનું મોટું કારણ બની છે ત્યારે જાણો કઈ કઈ આદતો સુધારવાની જરૂર છે

હાર્ટ અટેક અને હાર્ટ ફેઈલ જેવી હૃદયની બીમારી વધી ગઈ છે. આ સમસ્યા કોઈપણ સમયે ગમે તેને થઈ શકે છે. 40 વર્ષની ઉંમરના લોકોને પણ હાર્ટ એટેક આવે છે તેની પાછળનું કારણ લાઇફસ્ટાઇલ છે. સારી લાઇફસ્ટાઇલની શરૂઆત સારા દિવસ અને સ્વસ્થ સવારથી થાય છે. એવું કહેવાય છે કે જો તમારી સવાર સારી હોય તો તમે આખો દિવસ સ્વસ્થ અને ફિટ રહેશો. જો તમે પણ કોઈ હૃદયની બીમારીથી પીડિત હોવ અથવા આવી કોઈ પરિસ્થિતિથી બચવા માંગો છો તો સવારે આ 3 કામ જરૂરથી કરો.

  • હાર્ટ અટેકની વધી રહી છે સંખ્યા
    WHOના એક અહેવાલમાં જણાવાયું છે કે વર્ષ 2021 સુધીના રેકોર્ડ કરેલા આંકડા દર્શાવે છે કે જો વિશ્વમાં કોઈ સૌથી મોટો જીવલેણ રોગ ખહોય તો તે હૃદય રોગ છે. વર્ષ 2000થી આ સમસ્યાને કારણે મૃત્યુની સંખ્યામાં વધારો થયો છે. વર્ષ 2021માં તે 2.7 મિલિયન વધીને 9.1 મિલિયને પહોંચ્યું છે. બીજા નંબરે કોરોના વાયરસ છે અને બ્રેઇન સ્ટ્રોક ત્રીજા સ્થાને છે. વિશ્વ આરોગ્ય સંગઠનના બીજા એક અહેવાલમાં જણાવાયું છે કે દર પાંચમાંથી ચાર લોકો હૃદયની સમસ્યાઓને કારણે મૃત્યુ પામે છે. આ ડેટામાં એ પણ જાણવા મળ્યું કે 70 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં હૃદય રોગના કેસ વધુ હતા.

સવારે ઉઠ્યા બાદ આ 3 ભૂલો ન કરવી

  • જાગતાની સાથે જ ચાલવું

સવારે ઉઠ્યા બાદ તરત જ બોડીને મુવ ન કરશો.જે લોકો અચાનક ચાલવા ફરવા લાગે છે અથવા ઉભા થઈ જાય છે તેમને હૃદયરોગનો હુમલો આવવાનું જોખમ રહેલું છે. જ્યારે પણ તમે જાગો ત્યારે સૌ પ્રથમ 5 મિનિટ માટે તમારા પલંગ પર બેસો અને બોડીને મુવ કરો. આમ કરવાથી તમારું શરીર એક્ટિવ બને છે.

heart attack
  • પાણી ન પીવુ

એક્સપર્ટ મુજબ, જો કોઈ એવી વસ્તુ છે જે સવારે વહેલા શરીરમાં પ્રવેશવી જોઈએ તો તે પાણી છે. પાણી ગમે તે હોય સામાન્ય, હૂંફાળું કે તાંબાનું પાણી તેને ચોક્કસથી પીવો. પરંતુ ફ્રિજનું ઠંડુ પાણી ક્યારેય તરત જ ન પીવો. સવારે ઠંડુ પાણી પીવાથી સાયલન્ટ હાર્ટ અટેક આવી શકે છે. જો કોઈને ચા પીવાની આદત હોય તો તેને એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે સવારે ઉઠીને સૌથી પહેલા પાણી પીવું જોઈએ અને બાદમાં દૂધવાળી ચાને બદલે હર્બલ ચા પીવી જોઈએ.

  • નાસ્તો સ્કીપ ન કરો

કેટલાક લોકો સવારે બિસ્કિટ, ચા અથવા બીજા કેટલાક નાના નાસ્તા ખાતા હોય છે, જે હૃદય રોગને પ્રોત્સાહન આપે છે. નાસ્તો હંમેશા ફાઇબરથી ભરપૂર હોવો જોઈએ. આવો નાસ્તો ખાવાથી, તમને આખો દિવસ ફુડ ક્રેવિંગ્સ નહીં રહે. કેટલાક લોકો હળવું ભોજન લે છે અને પછી દિવસભર કંઈક ને કંઈક ખાતા રહે છે, જેના કારણે ઓવરઈટિંગ થાય છે. ઘણી વખત અતિશય ખાતી વખતે આપણે ધ્યાન આપતા નથી કે આપણે જે ખોરાક ખાઈ રહ્યા છીએ તે હેલ્થી છે કે નહીં.

  • સવારની કેટલીક સ્વસ્થ આદતો

યોગ કરો, ઊંડા શ્વાસ લો, સૂર્યપ્રકાશમાં રહેવું પણ મહત્વનું છે, તેથી સવારના તડકામાં થોડો સમય પસાર કરો.

  • એક્સપર્ટનો અભિપ્રાય
    એક્સપર્ટ મુજબ, હૃદયરોગના હુમલામાં દર્દીઓને હૃદયમાં લોહીનો પુરવઠો મળતો નથી અને બ્લોકેજ થવા લાગે છે. હૃદયમાં બ્લોકેજની સમસ્યાથી ઉલટી થઈ જાય છે, એટલે કે સારવાર બાદ પણ શરીર ફરીથી બીમાર થઈ શકે છે. ડોક્ટરો કહે છે કે તમને હાર્ટ અટેક આવશે કે નહીં તે જાણવા માટે તમારે ફક્ત ટ્રોપોનિન ટેસ્ટ કરાવવાની જરૂર હોય છે. જો તમે આ સમસ્યાઓથી બચવા માંગતા હોવ તો તમારે તમારી લાઇફસ્ટાઇલમાં સુધારો કરવો પડશે.

વધુ વાંચો : ડાયાબિટીસના દર્દીઓએ સવારે ખાલી પેટે આ વસ્તુઓનું કરવું જોઈએ સેવન, વધેલી બ્લડ સુગર ઝડપથી થશે ઓછી

  • હાર્ટ અટેકના સંકેત

હાર્ટ અટેકના જોખમી પરિબળોમાં તણાવ, ઊંઘનો અભાવ, વધુ પડતો સ્ક્રીન સમય અથવા યોગ્ય ખોરાક ન ખાવો જેવા હોઈ શકે છે.

  • અપનાવો આ આ ટિપ્સ
    તમાકુનું સેવન બંધ કરો, ખોરાકમાં મીઠું ઘટાડો, વધુ ફળો અને શાકભાજી ખાઓ
    નિયમિત શારીરિક પ્રવૃત્તિ કરો, હૃદય રોગનું જોખમ ઘટાડવા માટે, નિયમિત તપાસ કરાવો. આ ટેસ્ટમાં કોલેસ્ટ્રોલ, ટ્રાઇગ્લિસરાઇડ, સુગર અને બ્લડ પ્રેશરનો સમાવેશ થાય છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Heart Problems Heart Attack Heart Failure
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ